Expert Talk at Mahatma Gandhi Labour Institute, Ahmedabad

મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ (MGLI) અમદાવાદ ખાતે 15 જૂન ને બુધવાર નાં રોજ  એચ.આર. પ્રોફેશનલ્સ માટે "વર્તમાન પ્રેક્ટિસ અને એસ.આર નાં નવા પડકારો"  વિષય અંતર્ગત એક દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું, જે  ખૂબ જ સફળ રહ્યો હતો.  આ સેમિનારમાં  નામાંકિત વક્તાઓએ તેમની   વિશેષતાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સેમીનાર નાં વ્યાખ્યાન ની  શરૂઆત માનવ અધિકાર કાયદા ભવન નાં અધ્યક્ષ અને કાયદા વિદ્યાશાખા નાં અધરધેન ડીનશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ડૉ.રાજુભાઈ દવેના  સત્રથી થઈ હતી જ્યાં તેમણે પાર્લે-જી, બાલાજી વેફર્સ, દાવત બેવરેજીસ, કોકા-કોલા વગેરેનાં વ્યવહારુ ઉદાહરણો સાથે વર્તમાન સમયમાં એચઆર પ્રોફેશનલ દ્વારા પડકારોનો ઉકેલ અને કાયદાકીય પાસાઓનો ઉલ્લેખ કર્યો હતો,જે ઊર્જાસભર અને જ્ઞાનવર્ધક સત્ર રહયું હતું. એચઆર અને સીએસઆર પર ડો. જ્યોતિ પટેલ દ્વારા લેવામાં આવેલ બીજું સત્ર જ્યાં પ્રેક્ષકોએ સીએસઆરના ખ્યાલ અને મહત્વને સમજવા માટે પ્રેક્ટિકલ એક્સરસાઇઝ કરેલ. ડૉ. સુમન વૈષ્ણવ દ્વારા લેવામાં આવેલ સ્ટ્રેસ મેનેજમેન્ટ પર ત્રીજું સત્ર વધુ દમદાર હતું જ્યાં સ્ટ્રેસ મેનેજમેન્ટની રજૂઆત પછી, પ્રેક્ષકોએ કાર્યસ્થળ પર તેમની વાસ્તવિક પરિસ્થિતિઓ શેર કરી અને સ્પીકરે તે સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો વૈજ્ઞાનિક રીતે જણાવેલ. અંતે બધા નાં માર્ગદર્શક  શ્રી હસુભાઈ દવે નાં આશીર્વચન સાંભળવાની તક મળી, તેમણે છેલ્લું સત્ર લીધું જ્યાં પ્રેક્ષકોને તેમના જીવનના અનુભવો અને પ્રેરક શબ્દોથી જ્ઞાન આપવામાં આવ્યું, તેમના શબ્દો આપણામાંના દરેક માટે અવિસ્મરણીય રહેલ. આવા સ્પીકર્સને એક પ્લેટફોર્મ પર ભેગા કરવા અને વ્યક્તિગત ચર્ચા કરવી એ ખરેખર દુર્લભ છે. શ્રી હસુભાઈ દવેએ લંચ બ્રેક દરમિયાન વક્તાઓ અને પ્રેક્ષકો સાથે વિગતવાર વાર્તાલાપ કર્યો અને એચઆર પ્રોફેશનલ્સ અને એકેડેમીયા વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા માટે આવા પ્લેટફોર્મનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતાં.


Published by: Department of Human Rights & IHL

15-06-2022