તારિખ ૦૮/૦૪/૨૦૨૨ નાં રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતી શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા સાહેબ ની આગેવાની અને સહકાર થી કાયદા ભવન, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે "Drug Addiction And Criminal Justice System" વિષય અંતર્ગત માનવ અધિકાર કાયદા ભવનનાં અધ્યક્ષ અને કાયદા વિદ્યાશાખાનાં અધરધેન ડીનશ્રી ડૉ. રાજુભાઈ દવે દ્વારા વ્યાખ્યાન આપવામાં આવેલ, જેમાં શ્રી ડૉ. વિમલભાઈ પંડ્યા સાહેબ, કાયદા વિભાગ, માનવ અધિકાર ગૃપનાં ગુજરાત યુનિવર્સિટી નાં અધ્યક્ષ શ્રી ડૉ. ભાવેશભાઈ ભરાડ સાહેબ તેમજ અધ્યાપક શ્રી ડૉ. શેહનાઝ બિલીમોરીયા મેડમ, અધ્યાપક ચેરમેન શ્રી જયદેવી રાજ્યગુરુ મેડમ ઉપસ્થિતિ રહ્યાં હતાં. આ વ્યાખ્યાનમાં કાયદા ભવન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના LL.M નાં વિદ્યાર્થીઓ સહભાગી થયાં હતાં.