તારીખ 13/08/2024 ના રોજ સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે "બોડી લેંગ્વેજ" વિષય અંતર્ગત વિષય નિષ્ણાંત શ્રી ભરતભાઈ KSPC ના વાઇસ ચેરમેન તેમજ તેમની સાથે ખાસ ઉપસ્થિત અતિથિ વિશેષ શુક્લા સાહેબ, નાગરિક સહકારી બેંકના એચ.આર. હેડ તેમજ શ્રી અનિતાબેન ચૌહાણ JCI ના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ભરતભાઈ દુદકીયા એ બોડી લેંગ્વેજ વિષય ઉપર વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં કઈ રીતે અભિવ્યક્તિ કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું, તેમજ ફેસ રીડિંગ, બેસવાની ટેવ, વગેરે જેવા વિષય પર ખાસ ધ્યાન દોરેલું હતું. તેમની સાથે આવેલા શુક્લા સાહેબ પણ આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને લાભ આપશે. ડો. રાજુભાઈ એમ. દવે એ વિષય પરિચય આપીને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કાર્ય ભવનના અધ્યાપક શ્રી ચાંદનીબેન એસ. ઈસલાણીયા, ફિલ્ડવર્ક ઓફિસર શ્રી હિરલબેન રાવલ તથા બીનાબેન રાવલે તેમજ સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.