કાયદા ભવનમાં ચાલતા રેમેડીયલ કોચીંગ પ્રોગ્રામ અંતર્ગત, સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતનાં સુવિખ્યાત ધારાશાસ્ત્રી, રાષ્ટ્રીય કાયદા પંચનાં સભ્ય સર્વશ્રી અભયભાઇ ભારદ્વાજનું ગત તારીખ ૧૦-૦૨-૨૦૧૮ નાં રોજ સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ વચ્ચે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ દરમ્યાન તેઓએ ભારતીય બંધારાણની રચનાંમાં ડો. આંબેડકરજીનાં અમુલ્ય પ્રદાન વિષે વિસ્તૃત છણાવટ કરેલ હતી. ભારતીય કાયદાઓ, તેની રચનામાં રાષ્ટ્રીય કાયદા પંચની ભૂમિકા તેમજ તેની, અમલવારી માટેની વ્યાવહારિક મુશ્કેલીઓ, પોલીસતંત્રની ભૂમિકા અને લોકોનાં સહયોગ બાબતે ચર્ચા કરી હતી. અન્ય સાંપ્રત સમસ્યાઓ અને કાયદાઓ ઉપર વિદ્યાર્થીઓ વચ્ચે વાર્તાલાપ કરેલ હતો. સમગ્ર કાર્યક્રમ જીવંત સ્વરૂપે સતત ત્રણ કલાક ચાલ્યો હતો. જેમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓની સરાહના પ્રાપ્ત થયેલી હતી. વધુમાં કાયદા ભવનનાં સેમેસ્ટર -2 નાં વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ ‘વોલ મેગેઝીન’ નું ઉદઘાટન સર્વશ્રી અભયભાઇ ભારદ્વાજનાં શુભ હસ્તે કરવામાં આવેલ હતું. આ ‘વોલ મેગેઝીન’ માં કાયદા ક્ષેત્રે બનતી રોજીંદી ઘટનાઓ, કાયદામાં આવતા સુધારાઓ, સર્વોચ્ચ અદાલતનાં ચુકાદાઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા આર્ટીકલ્સ પ્રદર્શિત કરવામાં આવે છે.