જુનિયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ-જુનાગઢ ખાતે તારિખ ૩૧/૧૨/૨૦૨૪ નાં રોજ "કાનુની સંશોધન" વિષય પર સમાજ કાર્ય ભવનનાં અધ્યક્ષ, માનવ અધિકાર ભવનનાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને લીગલ વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નાં ઓ. એસ. ડી. ડૉ. રાજુભાઈ એમ દવે દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, આ વ્યાખ્યાનમાં ડૉ. રાજુભાઈ દવે દ્વારા કાનુની સંશોધન ક્યાં ક્ષેત્રે, કય રીતે અને કેવી રીતે કરવું તે અંગે સવિસ્તાર પુર્વક માહિતી આપવામાં આવી હતી. આ વ્યાખ્યાનમાં લો કોલેજ જુનાગઢનાં પ્રિન્સીપાલશ્રી ડૉ. પરવેઝ બ્લોચ, અધ્યાપક શ્રી ડૉ. સંજય ધાનાણી તેમજ એન. આર. વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજ જુનાગઢનાં ડૉ. નિરંજન બેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ વ્યાખ્યાનમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સહભાગીદાર થયાં હતાં.