તારીખ:10/09/2024 નાં રોજ સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ખાતે “Research Methodology in ancient India”(પ્રાચીન ભારતમાં સંશોધન પધ્ધતિ) વિષય પર ડો.અશ્વીનીબેન જોષી કે જેઓ નેનોસાયન્સ ભવનમાં આસી.પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, ડો.અશ્વીનીબેને પ્રાચીન સમયથી પણ આપણે ત્યાં ઘણાં બધા સંશોધનો થયેલા છે તે વિષયની ઊંડાણપૂર્વક ની માહિતી થી સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. વિષયનો પ્રાથમિક પરિચય ભવનના અધ્યક્ષ અને માનવ અધિકાર ભવનના પ્રો.ડો.રાજુભાઈ દવે દ્રારા આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ડો.અશ્વીનીબેનનું સ્વાગત પુષ્પ અને બુક દ્રારા ડો.રાજુભાઈ દવે અને શ્રી ચાંદનીબેન દ્રારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજકાર્ય ભવનના હિરલબેન ,ચાંદનીબેન, બીનાબેન અને સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.