તારીખ:૨૧/૦૯/૨૦૨૪ નાં રોજ સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ખાતે “સમાજકાર્ય ની આવડતો (Skils)” વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અતિથી વિશેષ અને પ્રેરક વક્તા તરીકે શ્રી ડો.મનોજભાઈ પરમારસાહેબ ઉપસ્થિત રહીને વિષય સંદર્ભે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ. અતિથી વિશેષશ્રી નું શાબ્દિક સ્વાગતપ્રવચન અને વિષયનો પ્રાથમિક પરિચય ભવનના ડો.પ્રિતેશભાઈ પોપટસાહેબ દ્રારા આપવામાં આવેલ અને અધ્યક્ષ અને માનવ અધિકાર ભવનના પ્રો.ડો.રાજુભાઈ દવે દ્રારા તેમનું સ્વાગત કરવામાં આવેલ હતું. એમ.એસ.ડબલ્યું.સેમ.૧ નાં વિદ્યાર્થીઓને સમાજકાર્યની આવડતો વિષે પ્રેક્ટીકલ કરાવીને સમજ આપી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજકાર્ય ભવનના હિરલબેન ,ચાંદનીબેન, બીનાબેન અને સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.