તારીખ - ૧૫ એપ્રિલ ,૨૦૨૦
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી હાલમાં કોરોના મહામારીના સમયગાળામાં તેમજ મહામારી બાદની પરિસ્થિતિની ખાસ આર્થિક અસરોને સમજવા માટે Online Webinar નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં મુખ્ય વક્તા તરીકે મારવાડી યુનિવર્સિટી તથા મારવાડી શેર્સ ના મેનેજીંગ ડીરેકટર કેતનભાઇ મારવાડી જોડાયા હતા.તેમને હાલની સમગ્ર વૈશ્વિક બજારનો ખરો ચિતાર સૌ સમક્ષ મુક્યો હતો . સાથે સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જાહેર કરાયેલ આર્થિક પેકેજની પણ વિશેષ સમજ વિદ્યાર્થીઓને આપી હતી.આ ઉપરાંત સમાજશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ તથા અધ્યાપક મિત્રોના સવાલોના સીધા જવાબો આગવી શૈલીમાં આપ્યા હતા.તેમના મત મુજબ આવનાર સમય ભારત માટે સૌથી મોટી તક બનવા તરફ જઈ રહ્યો છે.જેનો બજાર પર સકારાત્મક પ્રભાવ રહેશે વિશ્વમાં કેટલાક રાષ્ટ્રોનું GDP આવા સમયે પણ પ્લસમાં જવાનું છે તેમાં ભારત પણ સામેલ છે, જે મોટી વાત કહી શકાય . આ ઉપરાંત મધ્યમ અને નાના ધંધાદારી તેમજ કારીગર વર્ગના લોકોને રોજગાર ના પ્રશ્નો ન ઉદ્ભવે તે માટે સરકાર ખૂબ સકારાત્મક રીતે પ્રયાસો કરી રહી છે જેની જાણકારી પણ આપી હતી આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી સાહેબ ,ઉપકુલપતિશ્રી ડૉ. વિજયભાઈ દેસાણી સાહેબએ આવકાર સંદેશ આપ્યો હતો તથા સમાજશાસ્ત્ર ભવને પોતાના શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતાં. આ ઉપરાંત મારવાડી યુનિવર્સિટી અને સમાજશાસ્ત્ર ભવનના માધ્યમથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વચ્ચે નિશ્ચિત મુદ્દાઓ પર MOU કરીને ભવિષ્યમાં સમાજલક્ષી કાર્યો થઈ શકે એ માટે કટિબદ્ધતા દર્શાવી છે જે ખુબ મહત્વનું પગલું છે . અંતમાં સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો . જયશ્રી એમ. નાયક દ્વારા તમામ મહાનુભાવોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો . વેબિનાર માટે તમામ ટીચીંગ સ્ટાફ ડો. ભરત ખેર , ડો. રાકેશ ભેદી , ડો. મેઘરાજસિંહ જાડેજા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.