શારીરિક શિક્ષણ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી–રાજકોટ અને મ્યુનિસિપલ આર્ટસ અને કોમર્સ કોલેજ–ઉપલેટાનાં સંયુક્ત ઉપક્રમે ઈકો એડવેન્ચર કેમ્પ (લેવલ–૦૧પ્રાયમરી) નું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સર્વે કોલેજોતથા યુનિ.સંચાલિત અનુસ્નાતક ભવનો તેમજ માન્ય સંસ્થાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓનો શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક વિકાસ થાય અને તેઓમાં સમુહમાં રહેવાની તેમજ રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની ઉતરદાયિત્વની ભાવના જાગૃત થાય તેવા ઉદેશ્યથી શારીરિક શિક્ષણ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટ અને મ્યુનિસિપલ આર્ટસ અને કોમર્સ કોલેજ – ઉપલેટાનાં સંયુક્ત ઉપક્રમે ઈકો એડવેન્ચર કેમ્પ (લેવલ – ૦૧ પ્રાયમરી) તા.૦૪-૧૦-૨૦૨૧ થી તા.૦૬-૧૦-૨૦૨૧ દરમ્યાન ઓસમ પર્વત – પાટણવાવ, તા. ધોરાજી, જિલ્લો: રાજકોટ ખાતે ત્રિદિવસીય તાલીમ શિબિર આયોજીત કરવામાં આવેલ હતો, જેમાં વિવિધ ૩૦ જેટલી સંસ્થાઓની ૬૦ જેટલી વિદ્યાર્થીની બહેનોને વન્ય જીવસૃષ્ટિ, પશુ-પક્ષીઓ, વનસ્પતિઓ, ખડકોનાં આકારના આધાર પર તેમની ફોર્મેશન, ખડકો ચઢવા-ઉતરવાની ટેકનીકો, જંગલોમાં આકસ્મિક પડાવ, નાઈટ ટ્રેકિંગ, રેસ્ક્યુ વર્ક જેવી તાલીમી કાર્યક્રમમાં સફળતાપૂવક ભાગ લીધો હતો.

ચાલુ શૈક્ષણિક વર્ષથી કોરોના મહામારીને કારાણે સુષુપ્ત અવસ્થા અને બેઠાળૂ જીવન જીવતા વિદ્યાર્થીઓ સોષ્ઠવ પુનઃ વિકાસ થાય તથા સાહસિક પ્રવૃતિઓના માધ્યમથી તેમના ભય, ડર દૂર કરી આત્મવિશ્વાસ  અને સાહસિકતાના ગુણો પુનઃ ખીલી ઉઠે તે માટે યુનિવર્સિટી પ્રતિવર્ષ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રથી દુર ના સાહસિક પ્રવૃતિઓ કરી શકાય તેવા સ્થળો પર જવાની જગ્યાએ પાટણવાવ પાસે આવેલ ઓસમ પર્વતની ખૂબીઓને જાણી પોતાના કાર્યક્ષેત્રમાં વધુને વધુ સંખ્યામાં  વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ભાગ લઈ શકે અને પોતાના વિસ્તાર તથા પર્યાવરણ તથા પર્વતોની હારમાળાથી અવગત થાય તે માટે યુનિવર્સિટી સંલગ્ન કોલેજો સાથે જોડાઈ સમાજની સક્રિય ભાગીદારીથી વિવિધ પ્રકારની સાહસિક પ્રવૃતિઓ શરૂ કરવા આયોજન કર્યું જેમાં યુનિવર્સિટીના પદાધિકારીઓએ આ પ્રકારના પ્રકલ્પને પ્રથમવાર મંજૂરી આપી એક નવી ચિલો પાડ્યો,જે અન્વયે પર્યાવરણની જાળવણી  તથા મહત્તા સમજી વિદ્યાર્થીઓ પર્યાવરણપ્રેમી બને, પહાડોમાં ટ્રેકિંગ તથા માઉન્ટેન દ્રારા સાહસિકતાના ગુણો અને પર્વતારોહણના કૌશલ્યો ખીલવે તે માટે યુનિવર્સિટી દ્રારા કોલેજોનો સહયોગ લઈ સંયુક્ત ઉપક્રમે સામાજિક ભાગીદારીથી શુભ શરૂઆત કરવામાં આવી છે.

ઇકો એડવેન્ચર કેમ્પના પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ ૩૦ જેટલી કોલેજોમાંથી પસંદગી થયેલા ૬૦ વિદ્યાર્થીની બહેનોએ સવારથી લઈને સાંજના ૦૫ વાગ્યા સુધીમાં કાર્યક્રમ સ્થળે રિપોર્ટિંગ કર્યું, ત્યારબાદ તેઓએ જે જગ્યા ઉપર તેઓનો કેમ્પ લાગેલ છે તેવા જૈન મંદિર પરિષરમાં શ્રમકાર્ય દ્રારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેમ્પસની સ્વચ્છતા માટેનું કાર્ય કર્યું, ત્યારબાદ તેઓ રાત્રી ભોજન માટે ગયા.રાત્રી ભોજન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી કોલેજોમાંથી આવેલા તાલીમાર્થી બહેનોએ પોતાની અંદર રહેલી શકિતઓને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ કર્યા, બાદમાં પછીના દિવસ માટે કરવાની થતી પ્રવૃતિઓ અનેક ટ્રેનિંગ પ્રોગ્રામ વિશેની માહિતી આપી આવેલા તાલીમાર્થી બહેનોને ચાર ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા અને આ ગ્રૂપોને ભારતની જુદી જુદી વિરાંગનાઓના નામ આપવામાં આવ્યા. અને આગામી દિવસોમાં થનારી વિવિધ તાલીમી પ્રવૃતિઓથી માહિતગાર કરવામાં આવ્યા, જેની સંપૂર્ણ રૂપરેખા પરિશિષ્ટ-૦૧ તરીકે સામેલ છે.  પૂરતી સમજૂતી આપ્યા બાદ તમામને રાત્રિના ૦૯:૩૦ કલાકે આગળના દિવસોની તૈયારી માટે વિરામ આપવામાં આવ્યો.


Published by: Physical Education Section

08-10-2021