Dr. Yogesh A Jogsan Honored as a corona Warrior By Botad Collector

લોકડાઉન દરમિયાન માત્ર રાજકોટ નહીં પણ બોટાદ જિલ્લામાં માં પણ મનોવૈજ્ઞાનિક સલાહકેન્દ્ર કાર્યરત રાખનાર *સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસનનું બોટાદ જિલ્લા કલેકટરશ્રી *વિશાલ ગુપ્તા* સાહેબ દ્વારા આજરોજ સન્માન કરાયું..

કાઉન્સેલિંગ ની સેવા માત્ર રાજકોટ પૂરતી સીમિત ન રાખતા આ માનદસેવા બોટાદ સુધી પહોંચી હતી. અધ્યક્ષ ના માર્ગદર્શન અંદર મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને કુલ 17 વિદ્યાર્થીઓ એ આ સેવા પૂરી પાડી હતી. બોટાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા કોરોન્ટાઇન લોકો, સફાઈકર્મીઓ, બહારગામથી આવેલ લોકો, કોરોના પોઝીટીવ થયેલ લોકો મળીને અંદાજે 35,000 લોકોને ફોન કરી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે લોકોને મુંજવતી માનસિક સમસ્યાઓ નું પણ નિવારણ લાવવાના સતત પ્રયત્નો *મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ* દ્વારા કરવામાં આવ્યા.

આ કાર્યને બિરદાવવા દરેક કાઉન્સેલર ને સર્ટીફીકેટ આપવામાં આવ્યા અને આ કાર્ય બદલ ડો.યોગેશ જોગસન નો આભાર વ્યક્ત કર્યો હતો..


Published by: Department of Psychology

17-09-2020