રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 15 ઓગસ્ટના રોજ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણનું કોરોના વોરિયર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. તારીખ 26 માર્ચ 2020થી રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં કાર્યરત મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રમાં મુખ્ય સલાહકાર તરીકે તેઓએ કાઉન્સેલિંગ કૃ લોકોને માનસિક સધિયારો આપવાના પ્રયત્નો કરેલ. તેમના આ કાર્યને રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી રેમ્યા મોહને બિરદાવેલ.