૨૩ સપ્ટેમ્બર ના રોજ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુકામે ડૉ.સિગ્મંડ ફ્રોઇડ નિર્વાણ દિવસ નિમિત્તે મૌન પાળવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં ડૉ.ધારા દોશીએ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કર્યુ હતું. તેમણે વિદ્યાર્થીઓને ડૉ.ફ્રોઇડ વિશે પ્રાથમિક માહિતિ આપી હતી અને પછી વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને ૫ મિનિટ મૌન રહેવા માટે કહ્યું હતું.
ત્યારબાદ ડૉ. યોગેશ પાઠકે ફ્રોઇડ વિશે ઘણીબધી વિશિષ્ટ વાતો વિદ્યાર્થીઓને કરી હતી જે બધાજ વિદ્યાર્થીઓને ખુબ રોચક લાગી હતી.
આ કાર્યક્રમમા ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણે જણાવ્યુ કે આધુનિક જગત પર ત્રણ મહાન હસ્તીની ખૂબ જ અસર જોવા મળે છે. કાર્લ માર્ક્સ, મહાત્મા ગાંધી અને *ડો.સિંગમંડ ફ્રોઇડ*
વિશ્વવિખ્યાત ન્યુરોલોજીસ્ટ સિંગમંડ ફ્રોઇડ 1939માં આજના દિકસે *( 23 સપ્ટેમ્બર)* સ્વર્ગવાસી થયા હતા. યહૂદી માતા-પિતાના સંતાન ફ્રોઇડ ભણવામાં ખૂબ જ પ્રતિભાશાળી હતા. તેઓ *યુનિવર્સિટી ઓફ વિયેના* માં ભણતર પૂરું કરી 1881માં ડોકટર બન્યા. દર્દી અને ડોકટર વચ્ચેની વાતચીતના આધારે મનને સમજવાની અને તેના ઉપચારો શોધવાની શરૂઆત મનોવિશ્લેષણ દ્વારા ફ્રોઇડે કરેલ. માનવીનું મન શરૂઆત થી જ તેને પોતાની તરફ ખેંચી રહ્યું હતું અને તેના રહસ્યો શોધવાની જિજ્ઞાશા તેને આખી જિંદગી રહી. ચિકિત્સાની સાથે જીવન, મૃત્યુ, સેક્સ, સ્વપ્ન અને સ્ત્રી-પુરુષના સંબંધો પર નવી ધારણાઓએ તેને એક મહાન વૈજ્ઞાનિક અને વિચારક બનાવ્યા. આ મહાન મનોવૈજ્ઞાનિકે આજના દિવસે દુનિયામાંથી વિદાય લીધી હતી.
ભવનના અધ્યક્ષીય ઉદબોધન બાદ કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી.