સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રીશ્રી ડો. નેહલભાઈ શુકલ ને ગુજરાતની સૌથી મોટી એવી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય તરીકે નિયુક્તિ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તથા શાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે સિન્ડિકેટ સભ્યશ્રીઓ ડો. વિજયભાઈ પટેલ, ડો. ભરતભાઈ રામાનુજ, ડો. ભાવીનભાઈ કોઠારી, કુલસચિવશ્રી ડો. જી.કે. જોશી, મુખ્ય હિસાબી અધિકારીશ્રી ડો. કે.એન. ખેર, ઓડીટરશ્રી શ્રીમતી લીનાબેન ગાંધી તથા મદદનીશ કુલસચિવશ્રી ડો. સી.એન. કાનાબાર ઉપસ્થિત રહ્યા હતા.