ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને માત્ર વર્ગખંડમાં વર્ણવવાથી ભારતીય બની જતાં નથી. ભારતીય પરંપરાને જીવવી પડે છે, માણવી પડે છે અને વિચારોથકી આચારમાં ઉતારવી પડે છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકોએ દિવાળી પર્વને "મારૂ ભવન એક મંદિર" સમજીને અગિયારસની અને દિપાવલીના સમગ્ર તહેવારોની શુભેચ્છા વ્યક્ત કરતી રંગોળી પોતાના હાથે દોરીને ભારતીય પરંપરાને જીવંત રાખવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા દોશી, ડો. ડીમ્પલ રામાણી, ડો. હસમુખ ચાવડા તેમજ વિદ્યાર્થીઓ તૌફીક જાદવ, નિમિષા પડારીયા અને કોમલ કાનાણી તેમજ ભવનના ક્લાર્ક જ્યોતશના બેન ગોહિલે રંગોળીમાં રંગો પુરીને તહેવારોની ખુશી વ્યક્ત કરી.
સમગ્ર મનોવિજ્ઞાન ભવન પરિવાર તરફથી આપ સહુને દિપાવલીની અને નુતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ