Distinctive Achievements by Department of Sociology

આપણે બધા એ જાણીએ પણ છીએ અને વારંવાર અનુભવીએ પણ છીએ કે સફળતા મેળવવા માટે પ્રોત્સાહન એ ખૂબ જ જરૂરી છે. સમાજશાસ્ત્ર ભવન દ્વારા હર્ષની લાગણી અનુભવાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા આયોજિત તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ  ત્રિદિવસીય મનોવિજ્ઞાન મેળામાં યુનિવર્સિટીના દરેક ભવનના વિદ્યાર્થીઓ કે જેમણે કોઈને કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે તેમને પરમ આદરણીય કુલપતિશ્રી, ડૉ. નીતિનભાઈ પેથાણીના વરદ હસ્તે શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમાં  સમાજશાસ્ત્ર ભવનના ૭ વિદ્યાર્થીઓની સિદ્ધિઓેને  પ્રોત્સાહિત કરવામાં આવી. દિવસે  જેમાં વાઘેલા શામજીને UGC NET  અને National Fellowship મેળવવા બદલ , વિરડા આરતી અને બારૈયા મહેશને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર પુરસ્કૃત સંશોધન પ્રોજેક્ટ મળવા બદલ તથા  ભુવા સુરભી, ટાંક વત્સલ અને મકવાણા જયશ્રીને ગાંધી ક્વિઝમાં શિલ્ડ મેળવવા બદલ અને સોલંકી શ્રધ્ધાને રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં વક્તૃત્વ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવવા બદલ સન્માનને પાત્ર બન્યા. આ તકે સમાજશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ ઉન્નતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવે છે અને મનોવિજ્ઞાન ભવનનો પણ હૃદયથી આભાર માને છે.

આ ઉપરાંત સમાજશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓએ ડૉ.બાબાસાહેબ આંબેડકર ચેર સેન્ટરના વિવિધ પ્રકલ્પોમાં સહભાગી થયા છે. તેમને પરમ આદરણીય ઉપકુલપતિશ્રી, ડૉ. વિજયભાઈ દેસાણી અને ડૉ રાજા કાથડ સરના વરદ હસ્તે શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જેમાં વક્તૃત્વ સ્પર્ધામાં  સમાજશાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની શ્રદ્ધા સોલંકીએ "ભીમ પ્રજ્ઞા એવૉર્ડ'' પ્રાપ્ત કરી ભવનનું ગૌરવ વધાર્યું.તથા આ સાથે સમાજશાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની પરમાર પ્રભૂતિ અને સોલંકી હિનાએ  પણ ડૉ.બાબાસાહેબ આંબેડકર ચેર દ્વારા અપાતી રૂ- ૧૦૦૦૦  સ્ટુડન્ટ રિસર્ચ ફેલોશિપ પ્રાપ્ત કરેલ છે. આ તમામ સિધ્ધિઓને વરેલા વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્ર ભવન હાર્દિક શુભકામનાઓ પાઠવી અભિવાદિત કરે છે.


Published by: Department of Sociology

28-02-2020