તારીખ ૧૪ ઓગસ્ટ ૨૦૨૩નાં રોજ મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા પુસ્તક વિમોચન અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારોહ યોજાયો. આ પ્રસંગે આદરણીય કુલપતિશ્રી ડૉ. ગીરીશભાઈ ભીમાણી, શ્રી સુહાસરાવજી હીરામઠ, સિન્ડીકેટ સભ્ય ડૉ. ધરમભાઈ કાંબલિયા, કુલસચિવ ડૉ. હરીશભાઈ રુપારેલિઆ, ડૉ. મુકેશભાઈ સામાણી, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.