કાયદા ભવન દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ બંધારણીય ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ ચર્ચાનો વિષય ભારતીય સર્વોચ્ચ ન્યાયાલય તથા અ ન્ય વડી અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક અને બદલીની કાર્યવાહી બાબતે હતો, એટલે કે, રાષ્ટ્રીય ન્યાયિક નિયુકિત પંચ વિ. કોલેજિયમ સિસ્ટમ. આ અતિ ગંભીર મુદ્દે ચર્ચા કરવા કાયદા ભવનનાં રાજકોટ્ના વિદ્વાન તથા પ્રખર ધારાશાસ્ત્રી તેમજ ભારતીય કાયદા આયોગમાં નવનિયુકત સદસ્ય શ્રી અભયભાઇ ભારદ્વાજ સાહેબ ઉપસ્થિત થયા હતા તેમજ પ્રસ્તુત વિષય સંદર્ભે હાજર રહેલ તમામ વિદ્યાર્થીઓને પોતાના અદ્રિતિય જ્ઞાનનો લાભ આપી વાર્તાલાપ કર્યો હતો. અ પ્રસંગે વિદ્યાર્થીઓને પોતાના આશીર્વચન આપવા આદરણીય કુલપતિશ્રી પ્રો. ડો. પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ પધારેલ હતા. આ ઉપરાંત અ ન્ય મંચસ્થ મહાનુભાવોમાં કાયદા ભવનનાં પ્રોફેસર તથા અધ્યક્ષશ્રી ડો. બી.જી. મણિયાર સાહેબ તથા પ્રો.ડો. કમલેશભાઇ જોશીપુરા સાહેબ તથા ડો. આનંદ ચોહાણ સાહેબ (આસી. પ્રોફે.) ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ડો. બી.જી. મણિયાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.