“સંવિધાન હત્યા દિવસ”
સમાજકાર્યભવન અને નેનોસાયન્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી , રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્રારા ઈ.સ.૧૯૭૫મા અમલી થયેલ કટોકટીનાં ૫૦ વર્ષ તા.૨૫.૬.૨૦૨૫ નાં રોજ પૂર્ણ થવાના સંદર્ભમાં લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવાના હેતુથી “સંવિધાન હત્યા દિવસ”ની ઉજવણી કરેલ હતી.
આ કાર્યક્રમ માં સમાજકાર્ય ભવનના અધ્યક્ષશ્રી ડો.રાજેશભાઈ દવેએ પ્રાસંગિક ઉદ્બોધન આપેલ અને વિદ્યાર્થીઓને સંવિધાન હત્યા દિવસ અંતર્ગત કટોકટી સમયની સ્થિતિ અને બંધારણ ની કલમો દ્રારા માહિતગાર કર્યા હતા. ત્યારબાદ નેનોસાયન્સ ભવનના આસી.પ્રો.શ્રી ડો.અશ્વિનીબેન જોષી દ્રારા સંવિધાન હત્યા દિવસ સંદર્ભે વિદ્યાર્થીઓને માહિતી આપેલ હતી.
તે ઉપરાંત સમાજકાર્ય ભવનના એમ.એસ.ડબલ્યું.સેમ.૩ના વિદ્યાર્થીની કુ. આરતીબેન વરુ એ પોતાના વિચારો રજુ કર્યા હતા.