આંતર કોલેજ ક્રિકેટ બહેનો સ્પર્ધા વર્ષ ૨૦૨૧-૨૨

                                                                                        આંતર કોલેજ ક્રિકેટ બહેનો સ્પર્ધા વર્ષ ૨૦૨૧-૨૨ 

સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં આંતરકોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ. પ્રથમવાર ૦૪ જેટલી કોલેજોની ટીમ ૦૨૨ કોલેજોએ ડાઈરેક્ટ સિલેક્શનમાં ભાગ લીધો હતો. કોરોનાકાળ પછી લાંબા સમયગાળા બાદ ક્રિકેટ જેવી રમતોમાં કોલેજમાં અભ્યાસ કરતી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આંતરકોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અધ્યાપકો વિદ્યાર્થીઓને ચિયરઅપ કર્યા હતા. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના  પ્રિન્સિપાલશ્રી ડૉ. એ.કે.રાઠોડ અને શારીરિક શિક્ષણ નિયામક ડૉ. જતિન સોનીએ વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્પીચ આપેલ હતી. આંતરકોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડૉ. ભાવના ખોયાણી, ડૉ. શ્વેતા દવે , સુનિલ શુક્લા, સંજય કુમારખાણીયા અને રાજેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિતિ રહ્યા હતા. આ ટુર્નામેન્ટ માં નિરીક્ષક તરીકે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના  પ્રિન્સિપાલશ્રી ડૉ. એ.કે.રાઠોડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.આંતરકોલેજ ક્રિકેટ બહેનો ટુર્નામેન્ટમાં યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી ડૉ. જી.સી.ભીમાણી સાહેબે પોતાનો વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી અને બહોળી સંખ્યામાં બાગ લેવા બદલ તમામ સ્ટાફની કામગીરી બિરદાવી હતી. 

 

પરિણામ 

૧. એમ.વી.એમ આર્ટસ કોલેજ રાજકોટ 

૨. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ 

 


Published by: Physical Education Section

19-02-2022