સમાજકાર્ય ભવન અને સ્ટારસિનર્જી હોસ્પિટલ નાં સંયુક્ત ઉપક્રમે CPR ઉપર કાર્યશાળાનું આયોજન

સમાજકાર્ય ભવન અને સ્ટારસિનર્જી હોસ્પિટલ નાં સંયુક્ત ઉપક્રમે CPR ઉપર તા.૨૫.૯.૨૦૨૩ નાં રોજ એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરેલું હતું. જેમાં સમાજ્કાર્ય ભવનના વિદ્યાર્થીઓ આ કાર્યશાળામાં હાજર રહ્યા હતા.જેમાં સ્ટાર સિનર્જી હોસ્પિટલનાં શ્રી ડો.માધવ ઉપાધ્યાયસર (ડાયરેક્ટર) ખાસ હાજર રહી માર્ગદર્શન આપેલ. તેવાજ શ્રી ડો.કપિલભાઈ રાઠોડસર દ્રારા CPR ઉપર વિગતવાર સમજુતી આપેલ. તેમજ શ્રીડો.સુરસિંહ બારડસરે CPR ઉપર પ્રેક્ટીકલ કરીને વિદ્યાર્થીઓને પણ પ્રેક્ટીકલ કરાવેલ અને માર્ગદર્શન આપેલ.આ સાથે સમાજકાર્ય ભવનના અધ્યક્ષ શ્રીડો.રાજેશભાઈ દવે દ્રારા વર્તમાન સમયમાં CPRની જરૂરીયાત અને આવશ્યકતા ઉપર ભાર મૂકી સમજાવેલ હતું.તેમજ શ્રી હિરલબેન રાવલે CPR ની કાર્યશાળાનું સમગ્ર સંચાલન, તેમજ તેની વ્યવસ્થા અને ખાસ સ્ટારસિનર્જી હોસ્પિટલ અને તેમના ડોકટરોનું સમાજકાર્ય ભવન વતી આભાર વ્યક્ત કર્યો હતો.


Published by: Department of Social Work

25-09-2023