ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ૭મી ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ચૂંટાયેલી સરકારના નેતૃત્વ અર્થે અવિરત ૨૦ વર્ષ પૂર્ણ કરી રહેલ છે તે નિમિત્તે કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પ્રોફેસર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને ટીચર્સ યુનિવર્સિટી ગાંધીનગર નાં પુર્વ કુલપતી શ્રી ડૉ. કમલેશ જોષીપુરા સાહેબનાં માર્ગદર્શન હેઠળ "નિરંતર શિક્ષણ - જીવન શિક્ષણ અને શિક્ષણ દ્વારા સમાજ સેવા" શિર્ષક અન્વયે તારિખ ૦૭/૧૦/૨૦૨૧ નાં રોજ માનવ અધિકાર કાયદા ભવનમાં એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ. કમલેશ જોષીપુરા સાહેબ શ્રી ની અધ્યક્ષતા થી યોજાયો હતો જેમાં માનવ અધિકાર કાયદા ભવનનાં અધ્યક્ષ અને કાયદા વિદ્યાશાખા નાં અધરધડિન શ્રી રાજુભાઇ દવે, કાયદા ભવનનાં ભુતપુર્વ અધ્યક્ષ ડૉ. બી જી મણીયાર સાહેબ, કાયદા ભવનના અધ્યક્ષ શ્રી આનંદ ચૌહાણ સાહેબ પત્રકાર ભવનનાં પ્રોફેસર શ્રી જીતેન્દ્ર રાદડીયા ઉપસ્થિતિ રહ્યાં હતાં. સેમીનાર માં કાયદા ભવન, માનવ અધિકાર કાયદા ભવન , સમાજ કાર્ય ભવન અને પત્રકાર ભવન નાં વિદ્યાથીઓ એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ડૉ. રાજુભાઇ દવે , ડૉ. આનંદ ચૌહાણ, ડૉ પ્રિતેસ પોપટ અને સંશોધન કર્તા વિદ્યાર્થીઓ એ જહેમત ઉઠાવી હતી.