કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા ગત તારીખ ૨૦ અને ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૭ ના રોજ બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો મુખ્ય વિષય
“ભારતમાં કાયદો અને સામાજીક પરિવર્તન” હતો તેનાં પેટા વિષયોમાં સામાજીક પરિવર્તન; સામાજીક પરિવર્તનમાં કાયદાની તેમજ ઉચ્ચ અદાલતની ભૂમિકા; વિ વિધ પ્રકારનાં અમલમાં આવેલ સુધારાઓ જેવા કે, ખેત વિષયક સુધારાઓ, ઔદ્યોગિક સુધારાઓ, સામાજીક સુધારાઓ, ફોજદારી તેમજ દિવાની કાયદાઓમાં સુધારાઓ; જેલ સુધારાઓ, ધર્મ અને કાયદાઓ, જાતિ અને કાયદાઓ જેવા સાંપ્રત વિષયો ઉપર સંબંધિત વિષય નિષ્ણાતોએ પોતાનાં અર્જિત જ્ઞાનનો લાભ કોન્ફરન્સનાં સહભાગીઓને આપેલ હતો.
આ કોન્ફરન્સનાં ઉદઘાટન સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન આપતા કુલપતિશ્રી પ્રો. ડો. પ્રતાપસિંહ ચૌહાણ સાહેબે જણાવ્યુ હતુ કે, પરિવર્તન એ પ્રકૃતિનું લાક્ષણિક તત્વ છે. જેનાં પરિણામ સ્વરૂપ સમાજ અને કાયદામાં સુધારા એ કુદરતી બાબત છે. સમાજ સમયની સાથે બદલે છે. અને આપણે તે મુજબ આપણામાં સુધારા લાવવા પડશે.
પ્રવર્તમાન શ્રી ગોવીદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરાનાં કુલપતિશ્રી ડો. એમ. કે. પાડલીયા સાહેબે જણાવેલ હતું કે, કાયદા દ્વારા સામાજીક પરિવર્તનો અપેક્ષિત છે. પરંતુ જ્યા સુધી લોકો પરિવર્તન માટે તૈયાર થતા નથી ત્યા સુધી પરિવર્તન લાવી શકાતું નથી જેમ કે, દહેજ પ્રતિબંધક ધારાએ દહેજ પ્રથાને પ્રતિબંધિત કરી સામાજીક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સમાજમાં હજી પણ આ પ્રથા પ્રવર્તે છે. અને હજારો કોડ ભરી નવ વધુઓનાં જીવ હોમાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વકુલપતિશ્રી ડો. કમલેશ જોશીપુરા સાહેબે જણાવેલ કે, ભારતનું ન્યાયતંત્ર પણ સામાજીક પરિવર્તનો માટે સતત પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે. જે છેલ્લા સર્વોચ્ચ અદાલતનાં ત્રીપલ તલાકના ચુકાદાથી ફલિત થાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વકુલપતિશ્રી, ડીનશ્રી કાયદા વિદ્યાશાખા તથા કાયદા ભવનનાં પૂર્વ પ્રોફેસર અને અધ્યક્ષશ્રી યોગેશભાઇ મહેતા સાહેબે ઉચ્ચ અદાલતની ન્યાયીક પ્રક્રીયાઓ અને કાયદાના અર્થઘટનો દ્વારા સામાજીક પરિવર્તનનાં અદાલતોનાં પ્રયાસોને વિ વિ ધ દેશ અને વિદેશના ચુકાદાઓ ટાંકીને સામાજીક પરિવર્તનની દિશાઓ અને દશાઓની વિ ગતવાર છણાવટ કરી હતી.
ભારતીય કાયદા પંચના સભ્યશ્રી તથા રાજકોટના સીનિયર ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજ સાહેબે પુરાંતન કાળથી વર્તમાનકાળ સુધીનાં ધર્મશાસ્ત્રો અને ધર્માચાર્યો, ભક્તિમાર્ગનાં ભકતો, સમાજ સુધારકો, સ્વાત્ર્ય ચળવળનાં લડવૈયાઓ બંધારણસભાનાં સભ્યો, બંધારણનાં રચયતાઓએ સામાજીક પરિવર્તન માટે કરેલા પ્રયાસો અને તેની અસરો વિગત વાર સમજાવેલ હતી. સામાજીક પરિવર્તનને લગતા વિ વિધ સાંપ્રત પ્રશ્નોનો સંતોષકારક જવાબો આપી કોન્ફરન્સને જીવંત અને સક્રીય બનાવેલ હતી.
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વકુલપતિશ્રી તથા પ્રવર્ત માન સમાજશાસ્ત્ર ભવનનાં પ્રોફેસર અને અધ્યક્ષશ્રી ડો. હેમાક્ષીબેન રાવે વૈદિક કાળથી શરૂ કરી આજ સુધી સમાજમાં આવેલ સામાજીક પરિવર્તનો અને તેનાં પરિબળોની વિ સ્તૃત ચર્ચા કરી હતી.
કાયદા ભવનનાં પૂર્વ પ્રોફેસર અને અધ્યક્ષશ્રી ડો. એન. કે. ઇન્દ્રાયન સાહેબે ધર્મ અને કાયદો અને તેની સમાજમાં વિભાજક પરિબળ તરીકેની ભૂમિકા, તેની સામાજીક અસરો, બંધારણની આ સંદર્ભિત વિ વિ ધ કાનુની જોગવાઇઓ, સાંપ્રત સમસ્યાઓ અને તેનાં નિવારણો ઉપર ઉંડાણ પૂર્વક ચર્ચા કરી હતી.
વાણિજ્ય ભવનનાં પૂર્વ પ્રોફેસર અને અધ્યક્ષશ્રી ડો. ખંડેલવાલ સાહેબે ઉદ્યોગક્ષેત્રે આવેલા પરિવર્તનો અને તેની અસરોની ચર્ચા કરી હતી.
અર્થશાસ્ત્ર ભવનનાં પ્રોફેસરશ્રી ડો. રાકેશભાઇ જોષી સાહેબે ખેતીક્ષેત્રની સમસ્યાઓ અને તેનાં ભવિષ્ય ઉપર ઉંડાણ પૂર્વક ચર્ચા કરી હતી અને તેની સમાજ જીવન ઉપર પડનારી અસરો જણાવેલ હતી.
ગુજરાત યુનિવર્સિટીનાં સ્કુલ ઓફ લો ભવનનાં ડાયરેકટરશ્રી પ્રોફેસર ડો. કૌશિક રાવલ સાહેબે જેલ સુધારણાઓ અને કેદીઓનાં માનવ અ ધિકારો ની ચર્ચા કરી હતી. અને તેમનાંમાં લાવવામાં આવી રહેલા માનસ પરિવર્તનોની પણ ચર્ચા કરી હતી.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરનાં પ્રોફેસરશ્રી ડો. વિકાસભાઇ ગાંધીએ સહભાગીઓ સાથે પ્રશ્નોતરી દ્વારા સમાજમાં આવી રહેલા પરિવર્તનોમાં કાયદા અને ન્યાંયત્રંતની ભૂમિકાઓ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆતે કાયદા ભવનનાં પ્રોફેસર અને અધ્યક્ષશ્રી ડો. મણિયાર સાહેબે કોન્ફરન્સનાં હેતુંઓની જાણ કરી હતી તથા ઉપસ્થિત મહાનુભાવો તેમજ સહભાગીઓનું સ્વાગત કરેલ હતું. કાર્યક્રમનું સંચાલન કાયદા ભવનનાં વિદ્યાર્થીશ્રીઓ વિરલ ગોહેલ તેમજ પરાગ અઘેરાએ કરેલ હતું. અને આભાર વિધી કાયદા ભવનનાં મદદનીશ પ્રાધ્યાપકશ્રી ડો. આનંદ ચૌહાણે કરી હતી.
આ કાર્યક્રમમાં કુલ ૧૫૬ સહભાગીઓ ઉપસ્થિત રહેલ હતા.