સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપનાંનાં ‘ગોલ્ડનજ્યુબીલી યર નાં ઉજવણીના ઉપક્રમે, કાયદા ભવન, , રાજકોટ મુકામે, ગત તારીખ ૨૫-૨૬ માર્ચનાં બે દિવસો દરમ્યાન ‘Export – Import Regulation – Issues and Challenges’ વિષય ઉપર નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર વિ સ્તારનાં આ વિ ષય પરનાં તજજ્ઞો, આયાત-નિકાસ સાથે સંકળાયેલા ઉત્પાદકો, વેપારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આ વિષય સંદર્ભિત વિ વિ ધ પ્રશ્નોનાં ઉત્તરોની અપેક્ષા સાથે ઉપસ્થિત રહેલા હતા. તેઓનાં ઘણા ખરા પ્રશ્નોનાં ઉત્તરો સમય મર્યાદાને આ ધિન સંતોષકારક મળ્યા હતા.
આ કોન્ફરન્સમાં રાજકોટ મુકામેની ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની કચેરીમાંથી ડેપ્યુટી ડાયરેકટરશ્રી સુવિધ શાહ સાહેબે ઉપસ્થિત રહી સરકારની વિદેશ વ્યાપાર નીતિ તેમજ આવી રહેલ GST નાં કાયદા તથા અન્ય કાયદાઓની ભારતીય બંધારણનાં પરિપ્રેક્ષયમાં ઊંડાણપૂર્વક અને જ્ઞાન વર્ધક વ્યાખ્યાન આપેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ કુલપતિ તથા કાયદા ભવનનાં પ્રોફેસરશ્રી કમલેશભાઇ જોશીપુરા સાહેબે પોતાનાં પ્રાસંગિક ઉદ્દ્બોધનમાં દેશમાં થતી વસ્તુંઓ અને સેવાઓનાં થતા આયાત નિકાસથી, દેશનાં અર્થકારણમાં થતી હકારાત્મક અને નકારાત્મક અસરોનું વિશ્લેષણ કરી સમજાવ્યું હતું કે દેશ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વ હેઠળ વિ કાસની હરણફાળ ભરી રહેલ છે. સૌનો સાથ અને સૌનો વિ કાસ સુનિશ્ચિત છે.
રાજકોટની કસ્ટમ ઓફિસનાં ભૂતપૂર્વ કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી આર.સી. પ્રસાદ સાહેબે આયાત નિકાસ થતા માલ-સામાન સંબંધિત કસ્ટમ એક્ટની જોગવાઇઓ, પ્રક્રિયાઓ તેમજ અગત્યનાં કહી શકાય તેવા મુદ્દાઓ અને પડકારોની વિષદ છણાવટ કરી શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી દીધેલ હતા. તેઓની કસ્ટમ ઓફિસની સેવાઓ દરમ્યાનની નોંધનીય બાબત જણાવી કે ૯૦% થી ૯૫% ઉપર વેપારીઓ ટેક્ષ ચોરી કરવા માંગતા જ નથી ફ્કત બે-પાંચ ટકા અપ્રમાણિક અને ટેક્ષચોરો માટે આટલા કાયદા અને ગુંચવણ ભરી પ્રક્રિયાઓ કરવી પડે છે અને તેનો સામનો સારા અને પ્રમાણિક વેપારીઓને કરવો પડે છે. તેઓએ આયાત નિકાસ અર્થે માલ ઉપર લાગતી વિ વિ ધ ડ્યુટીઓને સવિસ્તાર સમજાવેલ હતી. વધુમાં એ પણ જણાવ્યું કે, કસ્ટમ વિભાગમાં કામ કરવું તે પણ અધિકારીઓ માટે પડકાર રૂપ છે. ઘણી વખત મધદરીયે જઇ કરવાની થતી તપાસમાં જાન ઉપર દરીયાઇ તેમજ માનવીય જોખમો રહેલા છે. ઘણા અધિકારીઓએ પોતાનાં જીવ ગુમાવ્યા પણ છે.
વાણીજ્ય ભવનનાં ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રોફેસરશ્રી ડો. ખંડેલવાલ સાહેબે વિશ્વ વ્યાપાર સંગંઠનનાં ઉદભવ વિકાસ અને પ્રવર્તમાન અમેરિકન સરકારનાં નિર્ણયોને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં સંગંઠનની અસરકારકતા અને તેનાં અસ્તિત્વ ઉપર પણ પ્રશ્નાર્થ ચિન્હન લગાવેલ હતો.
કાયદા ભવનનાં ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રોફેસરશ્રી ડો. ડી.ડી. ધામેલીયા સાહેબે, પ્રસ્તુત કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે પ્રવર્તમાન સરકારની નિતિઓ વિકાસ લક્ષી છે. અને નિકાસ એ વિકાસનું એન્જીન છે.
નિ કાસ માટેની તમામ પ્રક્રિયાઓ સરકારે સરળ બનાવી છે. અને કસ્ટમ અધિકારીઓનો વ્યવહાર પણ મૈત્રી પૂર્ણ થઇ ગયેલો છે. આ પરિસ્થિતિમાં તમામ વેપારીઓએ વધુમાં વધુ નિ કાસ થાય અને દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તે માટે નમ્ર પ્રયાસ કરવો જોઇએ.
ગ્લોબલ એક્ઝિમ સર્વિસીઝનાં ડાયરેકટરશ્રી રાજેશભાઇ કાનાણી સાહેબે આયાત નિકાસ સંદર્ભિત વસ્તુંઓનું વૈશ્વિક સામાન્ય વર્ગીકરણ અને તેનું અગત્ય સમજાવેલ તથા નિકાસનાં કામમાં સરકારની વિ વિ ધ યોજના દ્વારા મળતા લાભોની વિ સ્તૃત સમજણ આપેલ હતી.
પાટણ [ નોર્થ ગુજરાત ]લો કોલેજનાં આચાર્યશ્રી ડો. જગદીપભાઇ નાણાવટી સાહેબે આયાત અને નિકાસ બાબતે સરકારી તેમજ કાયદાકીય નિયંત્રણોનું પ્રમાણ જેમ વધ્યું છે તેમ દેશમાંથી ઘણી નિકાસનું પ્રમાણ ઘટેલ છે અને આખરે આર્થિક વિ કાસ રૂંધાયેલ છે. તેઓએ તેમનાં સમગ્ર વ્યાખ્યાન દરમ્યાન વિ વિ ધ કાનુની તેમજ સરકારી નિયં ત્રણોની વિગતવાર સમજણ આપી હતી.
કાયદા ભવનાં વિ દ્યાર્થી શ્રી હેમલભાઇ બગડાઇ દ્વારા પ્રસ્તુત શોધ પેપરનાં તારણો જોઇએ તો ભારત દેશમાંથી થતા કુલ નિ કાસમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી થતા નિકાસનું પ્રમાણ અંદાજીત ૧૦% છે. અર્થાત સૌરાષ્ટ્ર સારી કહી શકાય તેવી નિકાસ ક્ષમતા ધરાવે છે. આંકડાકીય દ્ર્ષ્ટ્રિએ જોઇએ તો સમગ્ર ભારતમાંથી એપ્રિલ થી ડિસેમ્બર ૨૦૧૬ દરમ્યાન થયેલ નિકાસનું મૂલ્ય ૧૭૬૯.૮ હજાર કરોડ હતું જેની સામે સૌરાષ્ટ્રની હિસ્સેદારી ૧૭૧.૪ હજાર કરોડ હતી. બીજું તમના જણાવ્યા અનુસાર એક પ્રકારની ગેરસમજ પ્રવર્તે છે કે, નિકાસ તો મોટા પાયાનાં ઉદ્યોગો દ્વારા જ સંભવ છે. સૌરાષ્ટ્રમાંથી નિકાસ થતી વસ્તુંઓમાં ઓટોમોબાઇલ પાર્ટ્સ, ફાઉન્ડ્રી આઇટેમ્સ, ફોર્જીગ, બેરીંગ, મશીન ટુલ્સ, સીએનજી, મશીનરીઝ, ખેત પેદાશ, સીરેમિક પેદાશ, એગ્રીકલ્ચર મશીનરીઝ, પંપ સેટ્સ, ડીઝલ એન્જિન, સોના-ચાંદીનાં ઘરેણા, ફળો, લીલી ઔષધિ, કપાસ, તથા તેલીબીયા મુખ્ય છે.
આયાતોમાં વુડ પલ્પ, ફર્ટીલાઇઝર્સ, પીગ આયર્ન, ફીશ [ કોમર્શીયલ વેરાઇટીઝ ], ઓટોમોબાઇલ્સ, કેમિકલ્સ, રમકડાં, ઇલેક્ટ્રીક વસ્તુંઓ, ડાયમંડ્ઝ મુખ્ય છે.
આયાત નિ કાસ સંદર્ભિત રાજકોટની અગ્રગણ્ય Seed સંસ્થાનાં ડાયરેકટરશ્રી આનંદભાઇ મિરાણીએ, આયાત નિકાસ કરતા પહેલા જરૂરી એવી પાયાની જરૂરીયાતો વિષે વિ સ્તૃત ચર્ચા કરી શ્રોતાગણની પ્રભાવિત કરેલ હતા.
આયાત નિકાસ સલાહકાર અને પ્રેક્ટીશ્નરશ્રી પુરોહિત સાહેબે વિ વિ ધ પ્રકારનાં જરૂરી દસ્તાવેજો તેમાં આપવાની થતી માહિતી પ્રક્રિયાત્મક આવશ્યક્તાઓ અને પૂર્વ શરતો વિશે ઊંડી સમજ આપી હતી.
ICICI બેંકનાં સીનીયર મેનેજરશ્રી કલ્પેશભાઇ ખંધેડીયાએ આયાત નિકાસ માટે જરૂરી વિદેશી હુંડીયામણની પ્રાપ્તિ, કબજો, વપરાશ, તેનાં ઉપરનાં કાનુની, સરકારી તેમજ આરબીઆઇનાં નિયંત્રણો વિશે વિ ગતવાર માહિતી આપી તેનું અગત્ય મજાવેલ હતું.
અર્થશાસ્ત્ર ભવનનાં પ્રો. ડો. રાકેશભાઇ જોષી સાહેબે Exim Bank ની સ્થાપના, તેનાં હેતુંઓ, તેની આયાત નિકાસ માં ભૂમિકા અને તેનાથી થયેલા ફાયદાઓની જાણકારી આપી હતી. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે ભારતની રાષ્ટ્રીયકૃત બેંકો નુકશાનીમાં ચાલે છે. જ્યારે Exim Bank રાષ્ટ્રીયકૃત હોવા છતાં નફો કરે છે એટલું જ નહી આયાત નિકાસ સાથે સંકળાયેલા લોકોમાં તેનાં પ્રત્યે માન અને આદરની લાગણી પ્રવર્તે છે.
મેટોડા સ્થિત આર જી કે ગ્રૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનાં ડાયરેકટરશ્રી ભાવેશભાઇ પાબારીનાં જણાવ્યાં અનુસાર પહેલાનાં સમયમાં ૫૦% નિકાસ માટે અને ૫૦% નિકાસ માટેની કાર્યરીતિનું અનુસરણ માટે શક્તિનો વપરાશ હતો, અત્યારે પ્રક્રિયાઓ સરળ થઇ ગઇ છે.
કસ્ટમ, એકસાઇઝ ઓફિસ તેમજ તેનાં કર્મચારી, અધિકારીઓ મૈત્રીપૂર્ણ વ્યવહાર અને સદાયને માટે મદદ માટે તત્પર રહે છે. પ્રક્રિયા માટે વપરાતો સમય અને શક્તિ ૫૦% થી ઘટી ૫-૧૦ % માંડ રહી છે.
સમગ્ર કાર્યક્રમમાં આયાત નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓ, કર્મચારીઓ, માલિકો, ડાયરેકટર્સ, સલાહકારો, નિષ્ણાતો વિ વિ ધ કોલેજ અને ભવનનાં વિદ્યાર્થીઓ મળી કુલ ૨૧૫ લોકોએ ભાગ લીધેલ હતો. ઉદઘાટન સમારોહનું સંચાલન કાયદા ભવનનાં વિ દ્યાર્થીશ્રી જય શાહે કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભવનનાં મદદનીશ અધ્યાપકશ્રી ડો. આનંદભાઇ ચૌહાણે કરેલ. કાર્યક્મનાં હેતુઓનો પરિચય તથા મહેમાનોનું સ્વાગત કાયદા ભવનનાં અધ્યક્ષશ્રી પ્રોફેસર મણિયાર સાહેબે કરેલ હતું.
કોન્ફરન્સમાં ભાગ લેનાર સહભાગીઓએ કાર્યક્રમ પરત્વે પોતાની ખુશી અને સંતોષની લાગણી વ્યક્ત કરેલ હતી.