Celebration of 73th Independence Day

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 73 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે માન. કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ હતો.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીએ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ભારત દેશ એ વિવિધતામાં એકતાનો દેશ છે. આપણી સંસ્કૃતિ, આપણી ભાષા, આપણા રિવાજો તથા આપણો દેશ એ સમગ્ર વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારતા રાષ્ટ્રની રક્ષા કાજે બોર્ડર પર ફરજ બજાવતા આપણા સૈનિકોને હું વંદન કરું છું.

આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે માન. કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણીએ અધ્યક્ષીય ઉદબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સિન્ડિકેટ સભ્યશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણી, વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

15-08-2019