તારીખ ૨૬-૦૬-૨૦૧૯ નાં રોજ કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પ્રો. ડો. બી.જી. મણિયાર તેમજ ડો. આનંદ ચૌહાણ દ્વારા “HOPE” અંતર્ગત - મુરલીધર બી.એડ. કોલેજ – સંતકબીર રોડ – રાજકોટ મુકામે વ્યશન મુક્તિ અર્થે ‘International Day Against Drug Abuse and Illicit Trafficking” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં કાયદા ભવનનાં અધ્યક્ષશ્રી પ્રોફેસર (ડો) બી.જી. મણિયારે પ્રાસંગીક ઉદબોધન કરેલ હતું. આ કાર્યક્રમમાં મુરલીધર બી.એડ. કોલેજ ના સંચાલક શ્રી મનીષકુમાર મેતા તથા અધ્યાપક ગણમાં પ્રો. રજનીકાંત મકવાણા સાહેબ, પ્રો. મહેર સુમા, પ્રો. વૈશાલીબેન દવે, પ્રો. તરન્નુમ બુખારી, પ્રો. દિવ્યાબેન તેમજ મુરલીધર બી.એડ. કોલેજના આશરે સીત્તેર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં કાયદા ભવનનાં એલએલ.એમ. સેમેસ્ટર – 3 ના ચોવીસ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હાતો. જેમાં કાયદા ભવનનાં વિદ્યાર્થીની બોડા આશાબેન શીવલાલભાઇએ આ કાર્યક્રમનાં અનુસંધાને ડ્રગના વ્યસન સંદર્ભે જણાવ્યુ હતુ કે ડ્રગ અંગ્રેજી શબ્દ છે. એનો અર્થે તો દવા થાય. અહી ડ્ર્ગ એટલે એવો પદાર્થો જે શરીર માટે ઉપયોગી નથી છતા એને લેતા એનું વ્યસન સરળતાથી થ ઇ જાય છે જે પાછળથી છોડવું ખુબ જ અઘરૂં છે.
ડ્રગના પ્રકારોમાં મુખ્યત્વે નાર્કોટીક્સ – અફીણ અને એને સંબંધિત પદાર્થો, વિ ચારો ઘટાડતા અને ઊંધ લાવતા પદાર્થો, મન ને ઉત્તેજીત કરતા પદાર્થો, દિવા સ્વપ્નો ની દુનિયામાં લ ઇ જતા પદાર્થો, ભાંગ અને એનો જેવા પદાર્થો જેમા કોકીન, હેરોઇન, મોફિન હશિશ, કેનબીસ ઉત્પાદન બ્રાઉન સુગર મે ન્ડ્રેક્સ એલ.એસ.ડી. પી.સી.સી. અફીણ અને સંબંધિત પદાર્થોનો સમાવેશ થાય છે. આ દવાઓની ટુંકા ગાળાની, લાંબા ગાળાની, વધુ માત્રામાં લેતાં. બંધ કરવાથી થતી આડ અસરો, વિષે પણ વિગતે સમજાવેલ હતું.
આ એવા પદાર્થો છે કે લાંબા સમય લેવામાં આવે એમ એની માત્રા વધુ ને વધુ લેવી પડે છે. એક સમય એવો આવે છે કે એના વગર ચાલતું પણ નથી.
આ દવાઓ બંધ કરવાથી થતી આડ અસરોમાં મુખ્યત્વે ,ઊંઘ ન આવવી, આંખ અને નાકમાંથી પાણી આવવું, બગાસા આવવાં, ભુખ ઘટી જવી, ગુસ્સો આવી જવો, હાથ પગ ઘ્રુજવા, ડર લાગવો, થાકી જવું, ઊલટીઓ થવી, ઠંડી લાગવી, પરસેવો થવો, ઝાડા થવા વગેરે આડ અસરો આવે છે.
કાયદા ભવનનાં અન્ય વિ દ્યાર્થીની કું. જોશી નમ્રતાબેન – ડ્રગ વીસે પાયાનો ખ્યાલ, લોકો કેવી રીતે ડ્રગના વ્યસની બને છે, સમાજની આ સમસ્યા પરત્વેની ભૂમિકા તેમજ કેવી રીતે ડ્રગના વ્યસનીઓને તેમાંથી મુક્ત કરી શકાય તે વિશે સમજાવેલ હતું.
વધુમાં કાયદા ભવનનાં વિદ્યાર્થી શ્રી ગોસ્વામી નિરજ ગીરીએ, વ્યક્તિઓ વ્યસનનાં બંધાણી થવા માટેનાં મુખ્યનીચેનાં કારણોમાં, યુવા વર્ગ વિદ્યાર્થી / ફેશન, વ્યક્તિગત કારણ, નિરાશા પૂર્ણ જીવન, પારીવારીક કલેશ કે વિઘટ્ન, રહેવાસ તથા દોષપૂર્ણ સ્થિતિ, વ્યવસાયીક કારણોને જવાબદાર ગણાવેલ હતા. કાયદા ભવનનાં વિદ્યાર્થી શ્રીઅબ્રાણી સીરાજે, ડ્રગ ટ્રોફીકંગ, ઉદાહરણો, ઇન્ટરનેશનલ કરન્ટ સીનારીયો, UNODC નારીપોર્ટો,અલગ અલગ દેશમાં, ડ્રગ થી હાલાત્ની નીવારણની પધ્ધતિ, ઉપાયો. ભારતમાં સમસ્યા, ઇન્ટરનેશનલ દલીલો,ઓનલાઇન વેચાણ, ટ્રાફીકીંગ વગેરે વિષે વિષદ છણાવટ કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન, કાયદા ભવનનાં અધ્યાપકશ્રી ડો.આનંદભાઇ ચૌહાણે કરેલ હતું અને સંચાલન મુરલીધર કોલેજનાં શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક સ્ટાફે કરેલ હતું.
..........