Celebrated Human Rights Day -2024

તા.૧૦/૧૨/૨૦૨૪ નાં “માનવ અધિકાર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.જેના અનુસંધાને સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્રારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવેલ.

        સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ.પછીથી સમાજકાર્ય ભવનનાં અધ્યક્ષ શ્રી ડો.રાજેશભાઈ દવેસાહેબ દ્રારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને વિષય પરિચય કરાવામાં આવેલ. પછીથી કાયદા ભવનના પૂર્વ અધ્યક્ષ (સૌરાષ્ટ્ર યુનિવર્સીટી)અને કાયદા વિદ્યાશાખાનાં પૂર્વ ડીનશ્રી ડો.બી.જી.મણિયારસાહેબ દ્રારા માનવ અધિકાર વિષય પર ઉદબોધન આપેલ. ત્યારબાદ કાયદા ભવનના પૂર્વ અધ્યક્ષ (મુંબઈ યુનિવર્સીટી)અને કાયદા વિદ્યાશાખાનાં પૂર્વ ડીનશ્રી ડો.રશ્મિબેન ઓઝા દ્રારા “ભારતમાં માનવ અધિકાર કાયદો અને અભ્યાસ” વિષય પર પોતાનું વક્તવ્ય આપેલ.પછીથી આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે માં.કુલપતિ શ્રી ડો.કમલસિંહ ડોડિયાસાહેબ હાજર રહ્યા હતા અને તેમને પ્રસંગઉચિત પ્રવચન આપેલ.

        સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડો.પ્રીતેશભાઈ પોપટ દ્રારા કરવામાં આવેલ અને આભાર વિધિ શ્રી ચાંદનીબેન ઇસલાણીયા દ્રારા કરવામાં આવેલ.

        કાર્યક્રમને સફળ બનાવવામાં સમાજકાર્ય ભવનના શ્રી હિરલબેન, શ્રી બીનાબેન, શ્રી જયભાઈ અને વિદ્યાર્થીઓ દ્રારા ભારે જહેમત ઉઠાવી હતી.     


Published by: Department of Social Work

10-12-2024