સમાજકાર્ય ભવન
કેમ્પસ ઈન્ટરવ્યું
તા.૧૨.૪.૨૦૨૩ નાં રોજ સમાજકાર્ય ભવન ખાતે કેમ્પસ ઈન્ટરવ્યું રાખવામાં આવેલ હતું. તેમાં તા.૧૧.૪.૨૦૨૩ નાં રોજ એમ.એસ.ડબલ્યું.સેમ.૪ નાં વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ અને તેના બીજા જ દિવસે એટેલેકે તા.૧૨.૪.૨૦૨૩ નાં રોજ રાજકોટ ની નામાંકિત હોસ્પિટલ સિનર્જી અને TQV કંપની અને ગુજરાત સરકાર દ્રારા ચાલતી મહિલા અભયમ ૧૮૧ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવા આવી હતી.જેમાં સૌ પ્રથમ બધી સંસ્થાઓએ પોતાનો ટુકમાં પરિચય આપ્યો હતો. આશરે ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપેલ હતા. અને છેલ્લે ડો. રાજેશભાઈ દવેના માર્ગદર્શન મુજબ બધા વિદ્યાર્થીઓને અને ઈન્ટરવ્યું લેવા આવનાર ત્રણેય સંસ્થામાંથી આવેલ કર્મચારીને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી નાં રજીસ્ટ્રાર શ્રી અમિતભાઈ પારેખની મુલાકાત માટે લઈ ગયેલ હતા. અને રજીસ્ટ્રારશ્રીએ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.