સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને લોક જાગરણ મંચ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય વીર સાવરકરજીની પ્રેરક સ્મૃતિમાં આયોજીત કાર્યક્રમમાં ભારત સરકારશ્રીના કેન્દ્ર સૂચના આયુકત સન્માનનીયશ્રી ઉદય માહુરકરજી એ સૌને માર્ગદર્શીત કર્યા હતા.
શ્રી ઉદય માહુરકરજી એ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ભારતમાં સૌપ્રથમ "સાવરકર ચેર" - સાવરકર અભ્યાસ અને સંશોધન કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.
આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબના અધ્યક્ષસ્થાને યોજાએલ હતો.
આ પ્રસંગે ભવનના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.