સમાજશાસ્ત્ર ભવન ગૌરવ અનુભવે છે, ભવનના જ વિદ્યાર્થી ડૉ.રાજેશ ત્રિવેદી કે જેવો એ યુવાનો અને ધર્મ ઉપર PH.D. કર્યું છે.કે જેમને શીખવ્યું હોઈ અને એ જયારે આપણા વિદ્યાર્થીઓને જીવનરાહ બતાવે, વિદ્યાર્થી જયારે શિક્ષકથી સવાયા બને ત્યારે એ શિક્ષક માટે ની ઘડી બહુ જ અનમોલ હોઈ છે. તેવો વિશ્વસ્તરે ભવનનું નામ ઉજાગર કરી રહ્યા છે.
આજરોજ તારીખ 2 જુલાઈ, ૨૦૨૦ ને ગુરૂવાર સમાજશાસ્ત્ર ભવન દ્વારા વિદ્યાર્થીઓ માટેના ઓનલાઈન અભ્યાસના પ્રારંભે જ વિદ્યાર્થીઓને લોકડાઊનના સમયગાળામાં સામાજિક અને ભૌતિક દૂરીમાં રહ્યા હોવાથી પોતાના માનસિક સ્વાસ્થ્યમાં તાણ અનુભવ થયો હોય તે સ્વાભાવિક છે. તેઓને તેમાથી અભ્યાસ અગાઉ સામાન્ય સ્થિતિ બની રહે તે માટે ભવન દ્વારા "મૂલ્ય આધારિત શિક્ષણના ફાયદાઓ અને સ્વસ્થ જીવનશૈલી" પર વિદ્યાર્થી વેબીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારી વચ્ચે આજે ડૉ રાજેશ ત્રિવેદી (મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ફોર સોશ્યલ એન્ટ્રપ્રિન્યરશિપ) બેંગ્લોરથી મુખ્ય વક્તા તરીકે જોડાયા હતા. તેમણે વિદ્યાર્થીઓને સમય સૂચકતાને વધારીને પોતાની આંતરિક શક્તિને ઉજાગર કરવાના રસ્તાઓની ઓળખ કરાવી હતી.
વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના જવાબો પણ તેમને આપ્યા હતા. ભવનના અધ્યક્ષ ડૉ. જયશ્રીબેન નાયક દ્વારા તેમને વધુ સમય સાથે ભવનમાં વિદ્યાર્થીઓ માટે અન્ય કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓમાં રહેલા આત્મબળને પ્રજ્વલિત કરવાના સેમિનાર માં ફરી આવવા માટેનો વાયદો પણ લીધો હતો. ભવનના તમામ અધ્યાપકો ડૉ. બી.એમ.ખેર , ડૉ આર.ડી.ભેદી તથા ડૉ. મેઘરાજસિંહ જાડેજા જોડાયા હતા.
સાથોસાથ ભવનના એમ.એ, એમ.ફિલ અને પી એચ.ડી ના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.