સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતરકોલેજ બાસ્કેટબોલ બહેનો સ્પર્ધા ૨૦૨૧

આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ શ્રી ડી.બી.કાબરીયા આર્ટ્સ &શ્રીમતી આર.કે.વઘાસિયા કોમર્સ &શ્રીમતી યુ.બી.ભગત સાયન્સ કોલેજ અમરેલી બાસ્કેટબોલ બહેનો આંતરકોલેજ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં ૧૬ કોલેજની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો અને કુલ વિદ્યાર્થીની બહેનોએ ૯૪ ભાગ લીધો હતો. આ સમગ્ર સ્પર્ધાના સંચાલન માટે નિરીક્ષક તરીકે કોમર્સ ફેકલ્ટી ડીનશ્રી ડો. આર. કે. દવે તથા ગજેરા સંકૂલના શિક્ષણ વિભાગ નિયામકશ્રી મનસુખભાઈ ધાનાણી, ટ્રસ્ટી ચતુરભાઈ ખૂંટ , હોસ્ટેલ વિભાગના નિયામક વલ્લભભાઈ રામાણી ,સ્પોર્ટ્સ વિભાગના નિયામક મગનભાઈ વસોયા,  પ્લાઝા વિભાગના  મુકેશભાઈ સિરોયા  ઉપસ્થિત રહ્યા હતા અને પસંદગી સમિતિના સભ્ય તરીકે ડો. જયશ્રી મકવાણા અને ડો. અલકા જોશી ડો. પ્રભાંસુ અવસ્થિ અને ડો. ભાવના ખોયાણી વગેરે  શારીરિક શિક્ષણ અધ્યાપકશ્રીઓ હાજર રહેલ હતા. સ્પર્ધાની શરૂઆત સવારે ૦૯:૩૦  વાગે  થઇ હતી, જેમાં પ્રથમ મેચ એમ. વી. એમ સાયન્સ કોલેજ રાજકોટ અને યુ. પી. ઇ. ટી  કોલેજ ધ્રોલ વચ્ચે શરૂઆત થઈ, વિદ્યાર્થીની ઓના બહોળા ઉત્સાહ સાથે બાસ્કેટબોલ રમત  શરૂઆત  કરેલ, જેમાં યુ. પી. ઇ. ટી  કોલેજ ધ્રોલ ટોસ જીતેલ હતો.

 

ક્રમ

કોલેજનું નામ (કોલેજ ટીમ)

ક્રમ

કોલેજનું નામ (ડાઇરેક્ટ સિલેક્શન)

એમ.વી.એમ સાયન્સ એન્ડ હોમસાયન્સ  કોલેજ રાજકોટ

જે. એચ. ભાલોડિયા કોલેજ રાજકોટ

યુ.પી.ઈ.ટી કોલેજ ધ્રોલ

ગુજરાતી ભવન સૌરાષ્ટ્ર  યુનિ. રાજકોટ

 શ્રીમતી કે.એસ.એન કણસાગરા કોલેજ રાજકોટ

એમ,એન. વીરાણી સાયન્સ કોલેજ રાજકોટ

 એમ.વી.એમ આર્ટ્સ કોલેજ રાજકોટ

હરીદર્શન એમ. એસ. ડબલ્યુ કોલેજ રાજકોટ

 જી.એચ.ગોસરાણી કોલેજ જામનગર

સદગુરુ મહિલા કોલેજ રાજકોટ

 યુ.એલ.ડી કોલેજ ગોંડલ

કે. પી . ધોળકિયા કોલેજ અમરેલી

ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ

એ. કે. દોશી કોલેજ જામનગર

બી. વી . ધાણક કોલેજ બગસરા 

૧૦

યોગીજી મહારાજ મહાવિદ્યાલય  મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ ધારી અમરેલી 

                                           સ્પર્ધાનું પરિણામ

 

ક્રમ

કોલેજનું નામ

 એમ.વી.એમ આર્ટ્સ કોલેજ રાજકોટ

 જી.એચ.ગોસરાણી કોલેજ જામનગર

એમ.વી.એમ સાયન્સ એન્ડ હોમસાયન્સ  કોલેજ રાજકોટ

 

સ્પર્ધાના અંતે વ્યક્તિગત એન્ટ્રીઓને ધ્યાને લઈ  પૂર્ણ થયા બાદ આંતર યુનિવર્સિટી સ્પર્ધાઓ માટે યુનિવર્સિટીની ટીમ નિયત કરવા સિલેક્શન સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું. પસંદગી સમિતિના સભ્યોએ કુલ ૯૪ વિદ્યાર્થીની બહેનોમાંથી ૧૨ વિદ્યાર્થીની બહેનો  અને  ૦૮ રિઝર્વ વિદ્યાર્થીની બહેનોનું સિલેકશન આંતર યુનિવર્સિટી સ્પર્ધાઓ માટે પસંદ કરવામાં આવ્યા અને તેમની પસંદગી બાદ આંતર યુનિવર્સિટી સ્પર્ધા પહેલા કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે.કોમર્સ ફેકલ્ટી ડીનશ્રી ડો. આર. કે. દવે તથા ગજેરા સંકૂલના શિક્ષણ વિભાગ નિયામકશ્રી મનસુખભાઈ ધાનાણી, શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ડૉ. જતિન સોની સાહેબ, ટ્રસ્ટી ચતુરભાઈ ખૂંટ , હોસ્ટેલ વિભાગના નિયામક વલ્લભભાઈ રામાણી ,સ્પોર્ટ્સ વિભાગના નિયામક મગનભાઈ વસોયા,  પ્લાઝા વિભાગના  મુકેશભાઈ સિરોયા  ઉપસ્થિત રહ્યા હતા અને પસંદગી સમિતિના સભ્ય તરીકે ડો. જયશ્રી મકવાણા અને ડો. અલકા જોશી ડો. પ્રભાંસુ અવસ્થિ અને ડો. ભાવના ખોયાણી વગેરે  શારીરિક શિક્ષણ અધ્યાપકશ્રીઓ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપેલ હતી.

 

  


Published by: Physical Education Section

27-10-2021