BAPS સંસ્થાના બાળકો એ "વ્યસન મુક્તિ" સંકલ્પ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબની મુલાકાત લીધી

બી.એ.પી.એસ. સંસ્થાના વંદનીય સંતશ્રી પૂજય પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦ મી જન્મજયંતિ વર્ષ (શતાબ્દી વર્ષ) ની ઉજવણી નિમિત્તે બી.એ.પી.એસ. સંસ્થાના નાના બાળકો એ "વ્યસન મુક્તિ" માટેના સૌને સંકલ્પ લેવડાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબની મુલાકાત લીધી હતી.

નાના બાળકો એ માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબને જીવનમાં વ્યસન ન કરવા માટેના સંતશ્રી પ્રમુખ સ્વામી મહારાજના વિચારોનું વર્ણન કરી સંકલ્પ કરાવ્યો હતો.

સાથે સાથે પૂજય પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦ મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના મહોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું.

માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબે બાળકોને સંસ્કારોની સાથે શ્રેષ્ઠ  વિદ્યા પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પાઠવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોલપેન ભેટ આપી હતી.

આ પ્રસંગે શિક્ષણ વિદ્યાશાખાના ડો. નીદતભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

20-05-2022