તા.૦૫.૩.૨૦૨૪ ના રોજ સમાજકાર્ય ભવનમાં Family Planning Association of India રાજકોટ બ્રાંચ દ્રારા એક જાગૃતિ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.જેમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રી મહેશભાઈ રાઠોડ અને તેમની સાથે ની ટીમ હાજર રહ્યા હતા. અને સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓને આ અંગેની સંપુર્ણ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ભવન અધ્યક્ષશ્રી ડો.રાજુભાઈ દવેએ શાબ્દિક સ્વાગત કરેલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. છેલ્લે શ્રી ચાંદનીબેન દ્રારા આભાર માનવામાં આવ્યો હતો.
ઉપરોક્ત માહિતી સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓ જયારે રૂરલ ફિલ્ડવર્ક માં જશે ત્યારે આ માહિતી દ્રારા લોકોમાં જાગૃતિ લાવશે.