Awareness Prograame

તા.૩.૧૨.૨૦૨૪ નાં રોજ સમાજકાર્ય ભવન અને મહિલા અને બાળ વિભાગ ,રાજકોટ દ્રારા  “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩” અંગે કાયદાકીય જાગૃતિ અંગે એક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. સૌ પ્રથમ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ.ત્યારબાદ મહેમાનોનું શબ્દોથી સ્વાગત સમાજકાર્ય ભવનના અધ્યક્ષ શ્રી ડો.આર.એમ.દવે દ્રારા કરવામાં આવેલ અને પછીથી મહેમાનોનું સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત કરવામાં આવેલ.ત્યારબાદ  દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી (ગ્રામ્ય) તરીકે ફરજ બજાવતા શ્રી સીમાબેન શિંગાળા દ્રારા પ્રસંગોચિત ઉદબોધન આપેલ.ત્યારબાદ એડવોકેટશ્રી –જીલ્લા કાનૂની સેવા સતા મંડળ રાજકોટ માં ફરજ બજાવતા શ્રી નમ્રતાબેન ભદોરિયા દ્રારા અધિનિયમ ૨૦૧૩ વિષે વિસ્તૃત સમજ આપવામાં આવી. સખીવન સ્ટોપ સેન્ટર રાજકોટ માંથી કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા શ્રી કલ્પનાબેન સોલંકીએ સખીવન સ્ટોપ સેન્ટર કેવા પ્રકારની કામગીરી કરે છે તેની સંપૂર્ણ માહિતી આપી હતી. મહિલા અભયમ (૧૮૧) માંથી આવેલ શ્રી તૃપ્તિબેન પટેલ આવ્યા હતા તેમને તેમની એટલેકે ૧૮૧ વિષે ની કામગીરી વિષે માહિતી આપી હતી.પછીથી મહિલા અને બાળ વિભાગમાંથી આવેલ શ્રી કોમલબેન ભાયાણીએ મહિલાઓને લગતી યોજનાઓ વિષે વાત કરી.  અંતમાં શ્રી ચાંદનીબેન ઈસલાણીયા એ આં બધી માહિતી આપવા બદલ સમાજકાર્ય ભવન વતી આભાર વ્યક્ત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન M.S.W. sem.1  નાં વિદ્યાર્થીની શ્રી વાળા જાન્વીબેન દ્રારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓ ઉપરાંત ઇકોનોમિકસ ભવનના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Department of Social Work

03-12-2024