સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ કુસ્તી બહેનોની સ્પર્ધા વર્ષ ૨૦૨૧-૨૨

આજરોજ કુસ્તી બહેનોની આંતરકોલેજ સ્પર્ધાનું આયોજન કર્યું જેમાં ૧૩ કોલેજની ૩૭ જેટલી બહેનોએ કુસ્તીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નીચે મુજબ ની ટીમ અને ખેલાડી બહેનો વિંજેતા થાય છે.ઉપરોક્ત સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ વિજય દેસાણી ઉપસ્થિત રહી ખેલાડીઓ બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું તથા સ્પર્ધાના નિરીક્ષક શ્રી તરીકે ડૉ એન કે  ડોબરીયા સાહેબ ઉપસ્થિત રહી તમામને માર્ગદર્શન આપ્યું હતું.કુસ્તી ની સ્પર્ધામાં ગુજરાતમાં ખેલાડી બહેનોએ અતિ ઉત્સાહથી ભાગ લીધો હતો ઘણા વર્ષ પછી બોડી સંખ્યામાં ખેલાડી બહેનોએ આપસમાં સંઘર્ષમય સ્પર્ધા કરી હતી વિજેતા ખેલાડી બહેનોને ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધા માટે ભિવાની મુકામે અગામી દિવસોમાં ભાગ લેવા જશે.


Published by: Physical Education Section

16-12-2021