માનવ સંસાધન સંદર્ભે “Art of Karma” વિષય અંતર્ગત સમાજકાર્ય ભવન અને માનવ અઘિકાર કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તેમજ એચ આર કચ્છ - સૌરાષ્ટ્ર ફોરમ ના સંયુક્ત ઉપક્રમે તારિખ- ૨૪/૦૪/૨૦૨૨ ને રવિવાર નાં રોજ પરિસંવાદ (સેમીનાર) નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10:00 કલાકે કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સેમીનાર હોલ ખાતે મહાનુભાવો દ્રારા કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમ ની શુભ શરુઆત કરવામાં આવી હતી. ડૉ. રાજુભાઈ દવે દ્રારા કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ અને અતિથિઓ સંત શ્રી પૂજ્ય અપુર્વમુનીજી, હસુભાઇ દવે અને જ્યોતીન્દ્ર મહેતા નું શબ્દો દ્રારા સ્વાગત કરવામાં આવ્યું. જ્યોતીન્દ્ર મહેતા સાહેબ દ્વારા માનવ સંસાધનનું સંચાલન માટે પ્રેક્ટીકલ ઉદાહરણનો પોતાનાં વક્તવ્યમાં ઉલ્લેખ કરીને માનવ સંસાધનનાં સંચાલન કળા વિષે શ્રોતાઓને માહિતગાર કર્યા હતાં. ત્યાર બાદ હસુભાઇ દવે સાહેબ દ્વારા માનવ સંસાધન વિષય અંતર્ગત વ્યાવહારિક વ્યાખ્યાન દ્રારા માનવ સંસાધનનું મહત્વ અંગે શ્રોતાઓને જ્ઞાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંત શ્રી પુજ્ય સ્વામી અપુર્વમુની દ્રારા બીજ વક્તવ્ય આપવામાં આવ્યું હતું, પુજ્ય સ્વામીજી દ્રારા માનવ સંસાધનનું સંચાલન અને કાર્ય વિષયનું આધ્યાત્મિક મહત્વ સાથે શ્રોતાગણો ને અમુલ્ય જ્ઞાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું સંચાલન રાજેન્દ્ર ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માનવ અધિકાર કાયદા ભવનનાં અધ્યક્ષ શ્રી રાજુભાઇ દવે, રાજેન્દ્ર ભાઈ ગઢવી અને તેમની પુરી ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો સહભાગીદાર થયા હતા.