તારીખ 05/10/2023 ના રોજ સમાજકાર્ય ભવનનાં વિદ્યાર્થીઓને "આપત્તિ વ્યવસ્થાપન" વિષય પર નિષ્ણાંત તરીકે (નિવૃત્ત) ડે. ડાયરેક્ટર ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ વિભાગ, ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા શ્રી દિલીપભાઈ જી. પંચમીયાસાહેબ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવેલ.
સમાજકાર્ય ભવનનાં અધ્યક્ષ અને માનવ અધિકાર ભવનનાં આસી. પ્રોફેસર ડો. રાજુભાઈ દવે ઉપસ્થિત અતિથિ વિશેષ નું શાબ્દિક સ્વાગત કરી અને વિષય અનુરૂપ વિષય પરીચય
કરાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન અધ્યાપક શ્રી ચાંદનીબેન બિન-શૈક્ષણિક સ્ટાફ શ્રી હિરલબેન, બીનાબેન તેમજ સમાજકાર્ય ભવનની ટીમ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને અંતે શ્રી હિરલબેન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.