Analysis of Union Budget & Gujrat State Budget

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત Analysis of Union Budget & Gujrat State Budget વિષય પર એક દિવસીય વર્કશોપનું માન. કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવેલ હતું.

આ વર્કશોપમાં ચાર્ટડ એકાઉન્ટન્ટશ્રી કલ્પેશભાઈ દોશી તથા શરદભાઈ અનડાએ બજેટ વિષે વિસ્તૃત માહિતી આપેલ હતી.

આ કાર્યક્રમમાં સિન્ડિકેટ સભ્યશ્રી ડો. પ્રફુલ્લાબેન રાવલ, કોમર્સ ભવનના અધ્યક્ષશ્રી ડો. શૈલેશભાઈ પરમાર, એમ.બી.એ. ભવનના અધ્યક્ષશ્રી ડો. સંજયભાઈ ભાયાણી, પ્રો. હિતેશભાઈ શુકલ, પ્રાધ્યાપકશ્રીઓ ડો. સંજયભાઈ પંડ્યા, ડો. અશ્વિનભાઈ સોલંકી તથા કોમર્સ-એમ.બી.એ.-અર્થશાસ્ત્ર ભવનોના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Pro Vice Chancellor

09-07-2019