તા.૧૬.૧૦.૨૦૨૨ રવિવાર નાં રોજ સમાજકાર્ય ભવન , સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેનું એક એલ્યુમિની મીટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અધ્યક્ષ સ્થાને શ્રી ડો.આર.ડી.વાઘાણીસર અને માનવ અધિકાર ભવનના અધ્યક્ષ શ્રી ડો.આર.એમ.દવેસર હાજર રહ્યા હતા. ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્રારા વાઘાણીસર પાસેથી જે શીખવા મળેલ તે વિષે પોતાના વિચારો રજુ કર્યા હતા. અને વાઘાણીસર અને દવેસર બન્નેએ પ્રાસંગિક સંબોધન આપેલ હતું. અંતમાં આભાર વ્યક્ત કરવામાં આવેલ અને પછીથી ભોજન લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.