"અલખની અનુભૂતિ" કાવ્યસંગ્રહનું વિમોચન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેનોસાયન્સ ભવનના પ્રાધ્યાપકશ્રી ડો. અશ્વિનીબેન જોશી લીખીત "અલખની અનુભૂતિ" કાવ્યસંગ્રહનું વિમોચન આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણી સાહેબના અધ્યક્ષસ્થાને યોજાએલ કાર્યક્રમમાં કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદહસ્તે "અલખની અનુભૂતિ" કાવ્યસંગ્રહ પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા એ વીડીયોના માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણી એ ડો. અશ્વિનીબેનને મહાશિવરાત્રિના પાવન દિવસ પર "અલખની અનુભૂતિ" પુસ્તક વિમોચન થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે વિવિધ મહાનુભાવોએ આ કાવ્યસંગ્રહમાંથી કાવ્ય પઠન કરી પોતાના પ્રતિભાવો રજુ કરેલ હતા.

આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્યવસ્થા પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ દવે, સિન્ડિકેટ સભ્યશ્રીઓ ડો. ભાવીનભાઈ કોઠારી, ડો. નેહલભાઈ શુકલ, ડો. ભરતભાઈ રામાનુજ, યુવા લેખકશ્રી પરખ ભટ્ટ, ફીઝીક્સ ભવનના પ્રો. ડો. નીકેશભાઈ શાહ, પ્રાધ્યાપકશ્રીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Department of Nano Science and Advanced Materials

01-03-2022