રાજકોટની શ્રીમતી જે.જે. કુંડલીયા આર્ટસ, કોમર્સ એન્ડ બી.બી.એ. કોલેજ ખાતે પ્રવેશોત્સવ તથા HOPE અંતર્ગત કાર્યક્રમનું માન. કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવેલ હતું.
કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી એ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટીશ્રી અલ્પનાબેન ત્રિવેદી, આચાર્યશ્રી ડો. યજ્ઞેશભાઈ જોષી, રામકૃષ્ણ આશ્રમના સ્વામીશ્રી નીખીલેશ્વરાનંદજી, અધ્યાપકો તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.