તારીખ 5/3/2024 ના રોજ સમાજ કાર્ય ભવન, સૌરાષ્ટ્ યુનિવર્સિટી ખાતે રિસર્ચ પેપર રાઇટીંગ પર વ્યાખ્યાન યોજવામાં આવેલ હતું. જેમાં વિષય નિષ્ણાત તરીકે ડો.અશ્વિનીબેન જોશી દ્વારા રિસર્ચ મેથોડોલોજીના સંદર્ભે રિસર્ચ પેપર રાઇટીંગ ઉપર વ્યાખ્યાન આપેલું. જેમાં સમાજ કાર્ય ભવનના વિદ્યાર્થીઓ અને પીએચ.ડી.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.તેમજ સમાજ કાર્ય ભવનના અધ્યક્ષ શ્રી ડો.રાજુભાઈ દવે દ્રારા અને અધ્યાપક શ્રી ચાંદનીબેન દ્વારા સ્વાગત કરવામાં આવેલું. શ્રીચાંદનીબેન દ્રારા વિષય પરિચય કરાવવામાં આવેલ. તેમ જ હિરલબેને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ હતું. અંતમાં સમાજ કાર્ય ભવન ના અધ્યક્ષ શ્રી રાજુભાઈ દવે દ્વારા તેમની આભાર વિધિ કરવામાં આવેલ હતી.