સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા રાજકોટ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા રાજકોટ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી તથા રાષ્ટ્રીય શિક્ષા નિતિના ભાગરૂપે "MODI@20 Dream Meet Delivery" પુસ્તક પર ભારત સરકારશ્રીના પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીશ્રી (શિક્ષા મંત્રીશ્રી) પ્રકાશ જાવડેકરજી યુવાનોને માર્ગદર્શિત કર્યા...

નવી રાષ્ટ્રીય શિક્ષા નિતિ-૨૦૨૦ એ દેશના યુવાનોને વૈશ્વિક સ્તરે કુશળ બનાવશે : માનનીય પ્રકાશ જાવડેકરજી

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ ભારતને સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરી ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ આગળ વધાર્યું : માનનીય પ્રકાશ જાવડેકરજી

ભારતના યુવાનો નવી શિક્ષા નિતિ થકી રાષ્ટ્રમાં ઈનોવેશન, સ્ટાર્ટઅપ, રમત-ગમત તથા તમામ ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવશે : માનનીય પ્રકાશ જાવડેકરજી

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી, મુખ્ય મહેમાન તરીકે રાજકોટ મહાનગર પાલિકાના યુવા મેયરશ્રી ડો. પ્રદિપભાઈ ડવ, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિશ્રી ડો. જગદીશભાઈ ભાવસાર તથા વિશેષ આમંત્રિત શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી ઉપસ્થિત રહ્યા...

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભવનોના અધ્યક્ષશ્રીઓ, સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા શિક્ષણવિદો, શહેરના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

..


Published by: Office of the Vice Chancellor

30-07-2022