સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત અને પંચશીલ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલિત બેડમિન્ટન બહેનો 2024/25 સ્પર્ધા તારીખ 7 ઓગસ્ટ 2024 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલી હતી. જેમાં 19 કોલેજો માંથી કુલ 48 ખેલાડી બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે ભટ્ટ તેજસ્વીની - શ્રી એ.કે. દોશી કોલેજ જામનગર, દ્વિતીયક ક્રમે કુગસિયા ક્રિષ્ના- સદગુરુ મહિલા કોલેજ રાજકોટ, અને તૃતીય ક્રમે સોઢા માનસી - જસાણી કોલેજ રાજકોટ, અને ચતુર્થ ક્રમે વાઘેલા કૃપાલી જસાણી કોલેજ.
આ તમામ વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલા અને આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું પ્રતિનિધિત્વ કરવા માટે આગળ પણ મોકલવામાં આવશે.