બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકર ચેર–સેન્ટર દ્વારા રાજ્યકક્ષાની ત્રિસ્તરીય છઠીમી વકતૃત્વ સ્પર્ધા તા.૨૮ /૧૧/૨૦૨૪
ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ સંચાલિત બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકર ચેર–સેન્ટર દ્વારા રાજ્યકક્ષાની ત્રિસ્તરીય છઠી વકતૃત્વ સ્પર્ધા તા.૨૮ /૧૧/ ૨૦૨૪ના રોજ યોજાઈ ગઈ. રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા યુનિવર્સીટીના કુલપતિશ્રી પ્રોફે. ડૉ. કમલસિંહ ડોડીયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અનુસ્નાતક સંસ્કૃત ભવનના કાલિદાસ સેમીનાર ખંડમાં યોજાઈ ગઈ. આ ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાના વિષયો આ પ્રમાણે હતા.
• પ્રાથમિક કક્ષા (ધો. ૬ થી ૮)માં “ડૉ. આંબેડકરના સ્વપ્નનું ભારત’’
• માધ્યમિક કક્ષા (ધો. ૯ થી ૧૨)માં “ભારતનું બંધારણ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ’’
• કોલેજ કક્ષા (સ્નાતક થી પીએચ.ડી.) “ડૉ. આંબેડકરની દ્રષ્ટિએ રાષ્ટ્ર નિર્માણની આધારશીલા
ઉપરોક્ત વિષય પર વિદ્યાર્થીઓએ ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધામાં વકતવ્ય તા.૨૮/૧૧/૨૦૨૪ને ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૦૫:૦૦ સુધી યોજાઈ ગયેલી આ ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધામાં ગુજરાતમાંથી રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ વગેરે દૂર-દૂરનાં સ્થળો પરથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ૧૨૦ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ જેમાંથી ૭૦ વિદ્યાર્થીઓ વકતૃત્વ સ્પર્ધામાં ઉપસ્થિત રહેલ. આ સ્પર્ધામાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં છાત્રોએ પોતાના વકતવ્યો રજૂ કર્યા હતા.
આ ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ‘ભીમપ્રજ્ઞા એવોર્ડ’ અને ત્રણેય સ્તરમાં એક થી પાંચ નંબર આપવામાં આવેલ જેમને અનુક્રમે રૂ. ૫ હજાર, ૪ હજાર, ૩ હજાર, ૨ હજાર, ૧ હજાર ભીમપ્રજ્ઞા પુરસ્કાર અને શિલ્ડ આપવામાં આવશે. આગામી નેશનલ સેમિનારમાં કુલપતિશ્રી અને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે.
આ સ્પર્ધામાં એક થી પાંચ નંબર મેળવનાર કુલ ૧૫ માંથી ૫ મુસ્લિમ વિદ્યાર્થીઓએ નંબર પ્રાપ્ત કરેલ જે ખરા અર્થમાં બાબાસાહેબના સામાજિક સમતા/સમરસતાના વિચારોને ઉજાગર કરે છે.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે હિન્દી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ તેમજ ચેર-સેન્ટરના સલાહકાર સમિતિના સભ્યશ્રી પ્રો. બી. કે. કલાસવા, ડૉ. રામભાઈ સોલંકી તથા હરિવંદના કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. દેવજીભાઈ સોલંકી ઉપસ્થિત રહી સેવા આપી હતી. આ ઉપરાંત આ વકતૃત્વ સ્પર્ધાને સફળ બનાવવામાં ચેર–સેન્ટરના ચેરમેનશ્રી પ્રો. (ડો.) રાજાભાઈ એન. કાથડના સચોટ માર્ગદર્શનમાં ચેર-સેન્ટરના અધ્યાપક, ડો. રવિ ધાનાણી, સંશોધન અધિકારી, મુલાકાતી પ્રાધ્યાપક ડો. વિનેશ બામણિયા, ડો. કાંતિભાઈ કાથડ તેમજ મિલનભાઈ વઘેરાએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન ચેર સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણીએ કરેલ.
સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી, કુલસચિવશ્રી, દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી.
https://www.facebook.com/share/p/18RdECPweX/