આઠમી રાજયકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા અને ડો. આંબેડકરજીના ૬૯માં મહાપરીનિર્વાણ દિવસે પુષ્પાંજલિ તા.૦૬/૧૨/૨૦૨૪ના રોજ કાર્યક્રમ.

તા.૦૬/૧૨/૨૦૨૪ના રોજઆઠમી રાજયકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા અને ડો. આંબેડકરજીના ૬૯માં મહાપરીનિર્વાણ દિવસ પુષ્પાંજલિ કાર્યક્રમ.                   

            બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ડો. આંબેડકરજીના ૬૯માં મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે તા. ૦૬/૧૨/૨૦૨૪ના રોજ આઠમી રાજયકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા યોજવામાં આવી. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ કન્વેન્શનલ બિલ્ડીંગ ખાતે સવારના ૦૮:૩૦ કલાકથી બાબસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ડૉ. કમલસિંહ ડોડીયા સાહેબ દ્વારા પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. ત્યાર બાદ સ્પર્ધામાં ઉપસ્થિત સર્વ છાત્રો દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકશ્રી અને ચેર- સેન્ટરની સલાહકાર સમિતિના સદસ્ય પ્રો. મનીષભાઈ શાહ, તથા કેમ્પસ પરના વિવિધ ભવનના અધ્યક્ષશ્રીઓ,અધ્યાપકો સર્વશ્રી પ્રો. ભાગીરથસિંહ માંજરીયા, પ્રો. એન.આર. શાહ, પ્રો. જ્યસુખ મારકણા, પ્રો. સુરેશ પરવાડિયા, પ્રો. અમર પટેલ, પ્રો. સંદીપ ચોવટિયા વગેરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ કરી હતી. https://www.facebook.com/share/p/1PmFhHvfPN/

માનનીય કુલપપતીશ્રી પ્રો. (ડૉ.) કમલસિંહ ડોડીયાએ નિબંધ સ્પર્ધાનો પ્રારંભમાં સર્વ છાત્રોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું.

નિબંધલેખન સ્પર્ધામાં

            ધો. ૬ થી ૮માં *"ડૉ. આંબેડકરજીની આત્મકથા"* વિષયમાં કુલ ૫૩ વિદ્યાર્થીઓ,
            ધો. ૯ થી ૧૨માં "*શિક્ષણ સર્વ સમસ્યાઓનું સમાધાન: ડૉ. આંબેડકર"* વિષયમાં કુલ ૯૨ વિદ્યાર્થીઓ અને
            કોલેજ થી પીએચ.ડી. સુધીની કક્ષામાં "*સંવિધાનનો અમૃતોત્સવ*"વિષયમાં ૧૫૫ વિદ્યાર્થીઓ

        એમ કુલ ૩૦૦ વિદ્યાર્થીઓ નિબંધલેખન સ્પર્ધામાં નોંધાયેલ. જેમાંથી ૧૭૦ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ઉપસ્થિત રહેલ.  નિબંધલેખન સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર આપવામાં આવેલ.

            આ સ્પર્ધામાં એક થી પાંચ નંબર મેળવનાર કુલ ૧૫ માંથી ૩ મુસ્લિમ વિદ્યાર્થીઓ તેમજ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢ એ નંબર પ્રાપ્ત કરેલ જે ખરા અર્થમાં બાબાસાહેબના સામાજિક સમરસતાના વિચારોને ઉજાગર કરે છે.

             નિબંધલેખન સ્પર્ધામાં ત્રણેય સ્તરમાં એક થી પાંચ નંબર આપવામાં આવેલ જેમને અનુક્રમે રૂ. ૧૦ હજાર, ૫ હજાર,૩ હજાર, ૨ હજાર, ૧ હજાર ભીમપ્રજ્ઞા પુરસ્કાર આપવામાં આવશે તેમજ ચેર - સેન્ટર દ્વારા યોજવામાં આવનાર રાષ્ટ્રીય સેમિનારમાં નંબર મેળવેલ વિદ્યર્થીઓને શિલ્ડ આપવામાં આવશે

           નિબંધલેખન સ્પર્ધામાં રાજકોટ, જૂનાગઢ, સુ.નગર, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, આણંદ, બારડોલી, દાહોદ જેવા જિલ્લાઓમાંથી તેમજ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢ સહિત કુલ ૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.

          સ્પર્ધાના નિર્ણાયક તરીકે માતુશ્રી વિરબાઈમાં મહિલા કોલેજનાઅંગ્રેજી વિષયના પ્રો. ઇરોઝ વાજા, હરિવંદના કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. દેવજીભાઈ સોલંકી, અને ચેર -સેન્ટરના વિઝીટિંગ અધ્યાપક ડૉ. વિનેશ બામણીયાએ ફફજ બજાવી હતી.

            પુષ્પાંજલી કાર્યક્રમમાં ચેર - સેન્ટરના સલાહકાર સમિતિના સભ્યશ્રી , ભવનોના અધ્યક્ષશ્રીઓ, શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

             કાર્યક્રમને સફળ બનાવમાં યુનિ. ના માનનીય કુલપતિશ્રીના સીધા માર્ગદર્શનમાં ચેર-સેન્ટરના ચેરમેનશ્રી પ્રો. આર. એન. કાથડ , ડો. રવિ ધાનાણી(સંશોધન અધિકારી), મુલાકાતી પ્રાધ્યાપક ડો. વીનેશ બામણિયા, ડો. કાંતિભાઈ કાથડ તેમજ મિલનભાઈ વઘેરાએ જહેમત ઉઠાવેલ .


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

06-12-2024