ભારતીય સંવિધાન : અમૃતપર્વ પર પ્રબુદ્ધ જનોની ભૂમિકા રાષ્ટ્રિય સેમિનાર તા. ૨૬/૧૧/૨૦૨૪

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ અને ભારતીય વિચાર મંચ, રાજકોટ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ભારતીય બંધારણના ૭૫ વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજિત એક દિવસીય વિષય : ભારતીય સંવિધાન : અમૃતપર્વ પર પ્રબુદ્ધ જનોની ભૂમિકા રાષ્ટ્રિય સેમિનાર તા. ૨૬/૧૧/૨૦૨૪

 

        અનુસ્નાતક સંસ્કૃત ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભારતીય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે ભારતીય સંવિધાનના ૭૫ વર્ષ એટલે કે, અમૃતપર્વની ઉજવણીના સંદર્ભે આયોજિત એક દિવસીય રાષ્ટ્રીય સેમીનાર "ભારતીય સંવિધાન અમૃતપર્વ પર પ્રબુદ્ધ જનોની ભૂમિકા" વિષયક એક દિવસે સેમિનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસ પર યોજાઈ ગયો. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે માનનીય ડો. કૃષ્ણગોપાલજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીએ બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકરજીનું બંધારણ સ્વીકૃતિ બાદ આપેલું સંસદમાં વ્યાખ્યાન પર તેમજ સંવિધાન સ્વીકારના 75 વર્ષ થયે અમૃતપર્વ પર પ્રબુદ્ધજનોની શું ભૂમિકા હોય ? વિષય પર મનનીય પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના, કુલપતિશ્રી પ્રોફે. ડો. કમલસિંહ ડોડીયા સાહેબે અધ્યક્ષીય ઉદબોધન કરેલ. આ તબક્કે ભારતીય વિચારમંચના મંત્રી ડો. મદનલાલ નાહટાજીએ કાર્યક્રમના પ્રારંભમાં સર્વે ઉપસ્થિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. આ રાષ્ટ્રીય સેમીનારમાં ભારતીય વિચારમંચના અન્ય અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

            આ રાષ્ટ્રીય સેમીનારના ચાર વ્યાખ્યાનો થયા હતા. પ્રથમ સત્રમાં ભારતીય વિચારમંચના કા.અધ્યક્ષશ્રી અવધૂત સુમંતજીએ "સંવિધાનની વિભાવના ભંગ કરવાના પ્રયાસો અને તેની જાળવણી" પર વ્યાખ્યાન આપ્યું હતું. દ્વિતીય સત્રમાં ભારતીય વિચાર મંચના મહામંત્રી અને અખિલ ભારતીય પ્રવાહના સહ સંયોજક શ્રીઈશાનભાઇ જોશીએ "ભારતીય સંવિધાન નિર્માણમાં ઉલ્લેખિત મૂલ્યો અને સંસ્કૃતિ" ઉપર મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. સેમિનારના અંતિમ સમારોપ સત્રમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી ડૉ. પરમાત્માનંદજી સરસ્વતીજીએ "રામરાજ્ય-સંવિધાન અને નાગરીક કર્તવ્ય" અંગે સમારોપ સત્રમાં વ્યાખ્યાન આપ્યું હતું. આ સેમિનારમાં વિશેષ ઉપસ્થિત તરીકે માનનીય ડો. જયંતીભાઈ ભાડેસીયા, પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, માનનીય ડો. મુકેશભાઈ મલકાણ, સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલકશ્રી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘચાલકજી, માનનીય ડો. જીતેન્દ્રભાઈ અમલાણી, સંઘચાલક રાજકોટ મહાનગર, આદરણીય શ્રીકાંતદરેજી અખિલ ભારતીય સહસંયોજક પ્રજ્ઞા પ્રવાહ, શ્રી મહેશભાઈ જીવાણી, પ્રચારકશ્રી સૌરાષ્ટ્ર પ્રાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ડો. નરેન્દ્રભાઈ દવે, પ્રાંત સહ-વ્યવસ્થા પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રાંત, શ્રી કિશોરભાઈ મુગલપરા, અધ્યક્ષ સેવા ભારતી, શ્રી આશિષભાઈ શુક્લા, રાજકોટ મહાનગર કાર્યવાહ, શ્રીઓમભાઈ હળવદિયા, રાજકોટ મહાનગર પ્રચારકશ્રી, શ્રી પંકજભાઈ રાવલ, પૂર્વ પ્રચારક, શ્રી ડો. વલ્લભભાઈ કથીરીયા, પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષશ્રી તથા ભરૂચથી ભારતીય વિચારમંચના સહમંત્રી ડો. હરેશભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ એજ્યુકેટી કાઉન્સિલના સભ્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, સંશોધકશ્રીઓ અને છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

            આ સેમિનારને સફળ બનાવવામાં આદરણીય કુલપતિશ્રીના માર્ગદર્શનમાં અનુ. સંસ્કૃત ભવનનો સમગ્ર સ્ટાફ, ભારતીય વિચાર મંચ, રાજકોટ કેન્દ્રના કાર્યકર્તાઓ સર્વશ્રી મિતુલભાઈ સુવાગિયા, ડો. ભરતભાઈ ખેર, ડૉ. ગોવિંદભાઈ વાગડિયા વગેરે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

26-11-2024