૧૬૪. ડૉ. ભીમરાવ આંબેડકરની જીવનયાત્રા, તા. ૦૮.૧૦.૨૦૨૪, મંગળવાર
ડૉ. બી. આર. આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતિ અને ભારતીય બંધારણ ૭૫ વર્ષ અમૃત મહોત્સવ નિમિતે ઓનલાઈન/ ઓફ્લાઈન વ્યાખ્યાન શ્રેણી - ૨૦૨૪-૨૦૨૫
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૦૮.૧૦.૨૦૨૪, મંગળવારના રોજ ગ્રેસ કોલેજ, રાજકોટ ખાતે *ડૉ. ભીમરાવ આંબેડકરની જીવનયાત્રા વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વિષય અન્વયે વ્યાખ્યાન આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં કોલેજના સર્વે સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/p/8Q2s6ZHdEKpekAoa/