૧૫૮.   સદાચારને સમર્પિત વિભૂતિ ડૉ. ભીમરાવ આંબેડકર: તા. ૧૪/૦૮/૨૦૨૪

૧૫૮.   સદાચારને સમર્પિત વિભૂતિ ડૉ. ભીમરાવ આંબેડકર: તા. ૧૪/૦૮/૨૦૨૪, બુધવારના રોજ સવારે ૧૧:૦૦

            બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.૧૪.૦૮.૨૦૨૪, બુધવારના રોજ વિવેકાનંદ કોલેજ ખાતે સદાચારને સમર્પિત વિભૂતિ ડૉ. ભીમરાવ આંબેડકર વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં  કોલેજના પ્રાધ્યાપક પરાગભાઈ ઝાલા, નિરવભાઈ વ્યાસ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં ૬૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

            https://www.facebook.com/share/p/8Zb3m5oQ2JufcoGg/?mibextid=oFDknk


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

14-08-2024