૧૫૬. બાબસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન દર્શન તા. ૧૨/૦૮/૨૦૨૪
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧૨.૦૮.૨૦૨૪, સોમવાર સાંજે ૦૪:૦૦ કલાકેના રોજ શ્રીમતી જે. એચ. ભાલોડિયા મહિલા કોલેજ ખાતે બાબસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન દર્શન વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી તેમજ મુલાકાતી પ્રાધ્યાપક ડો. વિનેશ બામણિયા દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલશ્રી કાનાણી સાહેબ, ડો. ભુપેન્દ્ર ચાવડા, ચેર - સેન્ટરના મુલાકાતી પ્રાધ્યાપક ડૉ. વિનેશ બામણીયા, મિલનભાઈ વઘેરા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં ૧૦૦ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/p/2JtfoLTz8cY4V3LH/?mibextid=oFDknk