સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓ અને સ્ટાફની ચેર-સેન્ટરની મુલાકાત તા. ૦૯/૦૮/૨૦૨૪

સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓ અને સ્ટાફની ચેર-સેન્ટરની મુલાકાત તા. ૦૯/૦૮/૨૦૨૪

            બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજ તથા ભવનોની ચેર-સેન્ટરની  વિદ્યાર્થીઓ, સંશોધન કર્તા તેમજ અધ્યાપકોની રૂબરૂ મુલાકાત. આજ રોજ તા. ૦૯/૦૮/૨૦૨૪, શુક્રવારના રોજ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શ્રી સમાજકાર્ય ભવનના ૨૫ વિદ્યાર્થીઓ મુલાકાતે આવેલ. આ તકે ચેર સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણી દ્વારા સૌપ્રથમ ચેર સેન્ટરની કામગીરી વિશે માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ સમાજકાર્ય અને બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકરના વિચારો વચ્ચેની સુસંગતતા વિશે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજકાર્ય ભવનમાં ફરજ બજાવતા ફિલ્ડવર્ક ઓફિસર હિરલબેન રાવલ, સહપ્રાધ્યાપક ચાંદનીબેન, ચેર-સેન્ટરના સહપ્રાધ્યાપક ડૉ. કાંતિલાલ કાથડ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા મીલનભાઈ વઘેરાએ જહેમત ઉઠાવેલ

https://www.facebook.com/share/p/prbW75gF8JLn24ED/?mibextid=oFDknk

https://www.facebook.com/share/p/prbW75gF8JLn24ED/?mibextid=oFDknk


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

09-08-2024